આર્થિક સંકડામણમાં વધુ એક પરિવાર પીખાયું, કૂવે પડી ત્રણે જીવ દઈ દીધો

સુરેન્દ્રનગર : આર્થિક સંકડામણ વધુ એકવાર પરિવારના સાગમટાં મોતનું કારણ બની છે. સુરેન્દ્રનગરના બલદાણામાં આ ઘટના સામે આવી છે.જ્યાં મજૂર પરિવારમાં આ કરુણાંતિકા સર્જાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

બલદાણામાં મજૂરી કામે આવેલા એક આદિવાસી પરિવારે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના સમાચાર મળતાં  વિસ્તારમાં કંપારી ફરી વળી છે. કૂવામાંથી પતિપત્ની અને બે વર્ષના બાળક સહિત બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યાં છે. વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ગોધરાનો આદિવાસી પરિવાર સુરેન્દ્રનગરનાં બલદાણામાં ખેતરમાં મજૂરી કરવા આવ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં તપાસ કરતાં બહાર આવ્યું હતું કે પરિવારની આર્થિક સંકડામણમાં આ દુખઃદ બનાવ માટે જવાબદાર છે.

હાલ પોલીસે આ મૃતદેહોને પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલી દીધા છે. પોલીસ આ પરિવાર અંગે ગામ લોકોને પૂછી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]