ડો. વિક્રમ સારાભાઈની ૧૦૨મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

અમદાવાદઃ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, ઇસરો-SAC અમદાવાદ, ઇન્ડિયન સોસાયટી ઓફ રિમોટ સેન્સિંગ, ગુજકોસ્ટ અને ડો. સી. વી. રમણ યુનિવસિર્ટી દ્વારા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૧એ ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે જાણીતા ડો. વિક્રમ સારાભાઈની ૧૦૨મી જન્મજયંતી અને નેશનલ રિમોટ સેન્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે જાણીતા ડો. વિક્રમ સારાભાઈના સ્પેસ ક્ષેત્રના યોગદાન વિશે પ્રો. કે. વિજયરાઘવને જણાવ્યું હતું કે ડો. સારાભાઈએ ભારત જેવા વિકાસશીલ દેશમાં સરકારને સ્પેસ પ્રોગ્રામના મહત્ત્વ માટે સહમત કરી હતી. તેમણે ૧૯૭૦ના દશકમાં ઇન્ડિયન સેટેલાઇટ બનાવી લોન્ચ કરવાનો પ્રોજેકટ શરૂ કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપ ભારતે ૧૯૭૫માં પોતાનો પ્રથમ સેટેલાઇટ તરતો મૂક્યો હતો.

ISRO-SAC અમદાવાદના સાયન્ટિસ્ટ ડો. મેહુલ આર. પંડ્યાએ બીજા સેશનમાં વિક્રમ સારાભાઈના સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિક્રમ સારાભાઈના જીવનની ફોટો જર્ની દ્વારા ભાગ લેનારાઓને તેમના સ્પેસ ક્ષેત્રમાં આપેલા યોગદાન વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડો. સારાભાઈને સાયન્સ એજયુકેશનમાં ખૂબ જ લગાવ હતો. તેમણે ૧9૬૬માં અમદાવાદમાં કોમ્યુનિટી ઓફ સાયન્સ સેન્ટરની સ્થાપના કરી હતી. ઇસરો-SAC, આઇઆઇએમ-અમદાવાદ અને પીઆરએલ જેવી સંસ્થાઓની સ્થાપનામાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું હતું.

આ કાર્યક્રમના અંતમાં મહાનુભાવોની પેનલ દ્વારા ભાગ લેનારાઓના પ્રશ્નોના ઉતર આપવામાં આવ્યા. આ ઉજવણીમાં ૪૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]