નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા અને આધુનિક સુવિધાઓથી સજ્જ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવા માટે અમદાવાદ આવવાના છે. 23 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે ટ્રમ્પ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવવાના છે, જેમાં તેમના પ્રવાસની શરૂઆત અમદાવાદમાં હાઉડી મોદી જેવા કાર્યક્રમથી થાય એવી શક્યતા છે. કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.
ગયા વર્ષે હ્યુસ્ટનમાં યોજેલા હાઉડી મોદી જેવા કાર્યક્રમ કરતાં પણ ભવ્ય અને મોટો કાર્યક્રમ યોજાય એવી સંભાવના છે. તેઓ ગાંધીજીના સાબરમતી આશ્રમની મુલાકાત લે એવી પણ સંભાવના છે. ત્યાર બાદ તેઓ દિલ્હી અને આગ્રાના તાજમહેલની પણ મુલાકાત લેશે. ત્યાંથી તેઓ વતન પાછા ફરે એવી ધારણા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પની આ પ્રથમ ભારત મુલાકાત છે, જેમાં બંને દેશો વચ્ચે વિવિધ વેપાર સમજૂતી કરાર પણ થવાના છે.
એસપીજી અને એટીએસ એકસાથે મળીને કામ કરશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે ત્યારે તેમના સુરક્ષા મામલે અને પોલીસ બંદોબસ્ત મામલે અમેરિકી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ (યુએસએસઆર) અને કેન્દ્ર સરકારની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) 11 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાત લેવાની છે. આ ટીમ સુરક્ષા બંદોબસ્તનો તાગ મેળવવામાં માટે અમદાવાદ આવવાની છે.
ગુજરાતાં અમેરિકી રાષ્ટ્રપતિ આવે એવો પહેલો દાખલો
ટોચના ગુજરાત પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ટ્રમ્પ કદાચ ગાંધી આશ્રમની મુલાકાત અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લે એવો અંદાજ છે. ટ્રમ્પની મુલાકાત પહેલાં સુરક્ષા-વ્યવસ્થા મુદ્દે 24 જાન્યુઆરીએ રાજ્યના સિનિયર બ્યુરોક્રેટ્સે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. નવું સ્ટેડિયમ ફેબ્રુઆરીના બીજા વીકમાં સંપૂર્ણ રીતે સુસજ્જ હશે.લિનિયર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કહ્યું હતું કે અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) સ્ટેન્ડબાય રહેશે.
યુએસએસઆર ટીમ અને એસપીજી, સિટી ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ ટ્રેમ્પની મુલાકાત દરમ્યાન એકસાથે મળીને કામગીરી કરશે. સુરક્ષા વ્યવસ્થાને મુદ્દે ગુજરાત પોલીસ પણ નેશનલ સિક્યોરિટી સલાહકાર અજિત ડોભાલકરની સાથે સીધો સંપર્ક જાળવી રાખશે
ટ્રમ્પની સુરક્ષા માટે 10 કરોડની ધી બીસ્ટ કાર
ટ્રમ્પના ભારત પ્રવાસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા હશે. આ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ અમદાવાદના રસ્તાઓ પ વિશ્વની સૌથી સુરક્ષિત અનેશાનદાર કાર ધી બીસ્ટિમાં ફરશે, જે ખાસ અમેરિકાથી આવશે. ટ્મ્પ એરપોર્ટથી હોટેલ, હોટેલથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમમાં ફરશે. આ કારની કિંમત રૂ.10 કરોડની ધી બીસ્ટ કાર ટેક્નોલોજી અને આધુનિક હથિયારોથી સજ્જ હશે. આ કારની વિશેષતાઓ નીચે મુજબ છે.
કારની વિન્ડો પાંચ ઇંચ જાડી અને બુલેટ પ્રૂફ, કાર પર કેમિકટ અટેક થાય તો કારસવાર લોકોને કોઈ નુકસાન નહીં થાય. આ કાર 15 સેકન્ડમાં 0થી 100 કિમીની ઝડપ પકડે છે. આ કારની લંબાઈ 18 ફૂટ અને ઊંચાઈ 5.10 ઇંચ છે. કારની અંદર એક સેટેલાઇટ ફોનની સુવિધા પણ છે. આ કારની ફ્યુઅલ ટેન્કમાં ક્યારેય ધડાકો નથી થતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ આ કારમાં જ પ્રવાસ કરતા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ આ કારમાં વિવિધ ટેક્નોલોજી અને સુરક્ષાથી સજ્જ છે. આ કારમાં આશરે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. આ બીસ્ટ કાર કોઈ આર્મીની કારથી જરાય કમ નથી.
અલબત્ત, હજુ આ કાર્યક્રમ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.