દીવાળી: મીઠાઈ-મેવા બજારને મંદી અને મોંઘવારીનો બેવડો માર

અમદાવાદ- દીવાળીના ઉત્સવને ઉજવવા સૌ લોકો કપડાં, ઘર સજાવટની ચીજ વસ્તુઓ, મીઠાઈ-સુકા મેવા-નમકીન, ફટાકડાની પોતાના બજેટ પ્રમાણે ખરીદી કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મીઠાઈ અને ફટાકડા બજારમાં ગણતરીના દિવસો આવી જાય તો પણ કાગડા ઉડતા જોવા મળે છે.

અંદાજે રુપિયા 300થી 1200ના ભાવ સાથે સુકા મેવાનું સાદુ પેકિંગ, બિસ્કીટ, ચોકલેટ, મીઠાઈની અવનવી વેરાઇટી કોલ્ડ ડ્રીંક્સ સાથેના પેકિંગમાં બજારમાં મોટા પ્રમાણમાં આવી ગઇ છે. પરંતુ મંદી અને મોંઘવારીના કારણે ગ્રાહક મુલાકાત પણ લેતા નથી. બીજી તરફ સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટની ભારે પજવણી, ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાઓથી હાલ માહોલમાં મંદી વર્તાય છે.જ્યારે અમદાવાદ સહિતના ગુજરાતના નાના-મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણો દુર કરવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી. જેના કારણે વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં દીવાળી અને બીજા ઉત્સવો દરમિયાન ચીજવસ્તુઓ વેચવા માટે દુકાનની બહાર માર્ગો પર વિશાળ મંડપો બાંધતા વેપારીઓ ખચકાટ અનુભવે છે, વેપારીઓને ચિંતા છે કે, મંદીના માહોલમાં કરેલો મંડપનો મોટો ખર્ચ માથે ના પડેતસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ