અમદાવાદઃ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, કપરા કોરોના કાળમાં ઉત્સવોની ઉજવણીમાં ઓટ જોવા મળે છે, પરંતુ સમાજમાં જે વર્ગ વંચિત છે, એમને મદદ કરવા માટે અનેક સંસ્થાઓ સદાય તત્પર રહે છે. એ કોરોના કાળમાં લોકો એ કરેલી મદદ દ્વારા જોવા મળ્યું.
શહેરના રામદેવનગર, થલતેજ, ગુલબાઈ ટેકરા અને વાસણા વિસ્તારમાં સોલ બે અને શ્વાસ સંસ્થાએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. સોલ બે સંસ્થાએ શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી વંચિત દીકરીઓને પગરખાં, જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને માસ્ક પૂરા પાડ્યા હતા.
સોલ બે સંસ્થાના દર્શિની અને યામા ચિત્રલેખા. કોમ ને કહે છે દીપોત્સવી દર વર્ષે આવે છે. કોરોનાને કારણે આ દિવાળી સૌ માટે અલગ અનુભવ છે. ઉત્સવોમાં વંચિતો અને એમાંય દીકરીઓને મદદ કરવાથી અનેરો આનંદ મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)