રૂપાણી સરકારની પાંચ લાખ કર્મચારીઓને દિવાળીની ભેટ

નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પાંચ લાખથી વધુ અધિકારીઓને-કર્મચારીઓને મોટી દિવાળીની ભેટ આપી છે. સરકારે રૂ. 500 કરોડની ઘોષણા કરી, જેના દ્વારા દિવાળીના તહેવાર પર પાંચ લાખની વધુ અધિકારીઓને અને કર્મચારીઓને રૂ. 10,000 વ્યાજમુક્ત એડવાન્સ રકમ મળશે. આ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ ભેટ છે. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા આ ભેટ આપવામાં આવી છે.

આ એડવાન્સ રકમ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવડદેવડને પ્રોત્સાહિત કરવા માટે રૂપે કાર્ડના સ્વરૂપે અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આ એડવાન્સ રકમ વગર વ્યાજે આ તહેવારે મેળવી શકશે. આ રકમ રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને વગર વ્યાજે 10 એકસરખા માસિક હપતામાં ચૂકવવાની રહેશે.

મુખ્ય પ્રધાનના આ નિર્ણયથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળશે અને રાજ્યના અર્થતંત્રને પણ વેગ મળશે.