શહેરના AMA,IIM વિસ્તારની એકદમ નજીક આવેલા અપંગ માનવ મંડળ સાથે જોડાયેલા તમામ વય જુથના દિવ્યાંગ લોકોએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી દરમિયાન ગરબાની મોજ માણી હતી.
‘માં ‘ભગવતી ગરબાના કાર્યક્રમ માં વિકલાંગ બાળકો પોતાની આગવી શૈલીમાં ગરબે ઘુમ્યા હતા. દિવ્યાંગ બાળકોને ગરબે ઘુમતા જોવા આનંદ કરવવા તેમજ આ કાર્યક્રમને હ્રદય સ્પર્શી બનાવવા સામાજિક સંસ્થાઓ ના અગ્રણીઓ, ગરબાના જજિંગ માટે જાણિતા નિર્ણાયકોએ સહકાર આપ્યો હતો.
દિવ્યાંગ લોકોના ગરબા સફળ બનાવવા સંસ્થાના અગ્રણીઓ ક્ષિતીશ મદનમોહન, બિપીનચંદ્ર શાહ, કૌશિક પટેલ, જૈમિની નગરી, ઉષા બજાજ, વીણા શ્રીવાસ્તવ, અંજુ શેઠ , ડો.કમલ શાહ, શુભાંગ મદન મોહન, દર્શિતા શાહ, કાશ્મિરા શાહ, ગીરજાબહેન દલાલા અને સંસ્થાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર બ્રિજીતા ક્રિશ્ચયન હાજર રહ્યાં હતા.
નવરાત્રી મહોત્સવમાં ડો.ઉમેશભાઈ ગુર્જર તરફથી શાળાના બાળકોને ગરબા નિમિત્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.
દિવ્યાંગો માટેના આ કાર્યક્રમમાં દર્શુકેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગુજરાત વૈશ્ય સભા તરફથી પણ ફાળાની સહાય કરવામાં આવી હતી.
અપંગ માનવ મંડળના બ્રિજીતા ક્રિશ્ચયન ચિત્રલેખા.કોમને કહે છેઃ નવરાત્રી મહોત્સવ પછી આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે.
ત્યારે 28 ઓક્ટોબરના રોજ સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્ધારા તૈયાર થયેલ સુશોભન સામગ્રી દિવા, તોરણ, મોબાઈલ પાઉચ અને બીજી હાથ બનાવટની ચીજ વસ્તુઓનું પણપ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવેલું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)