અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે નામાંકનની પ્રક્રિયાની વચ્ચે કોંગ્રેસે મતદાતાઓને આકર્ષવા માટે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસનો ‘જનઘોષણા પત્ર 2022’ જારી કર્યો હતો. કોંગ્રેસે જનઘોષણા પત્રમાં યુવા, મહિલા, ખેડૂતો અને સૌના માટે લોભામણાં ચૂંટણીવચનો આપ્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ દરેક ગુજરાતી માટે રૂ. 10 લાખની મફત સારવાર અને મફત દવાની સાથે 300 યુનિટ મફત વીજળી, બાકી વીજ બિલ માફ કરવાનાં વચનો આપ્યાં છે.
(ફોટો- પ્રજ્ઞેશ વ્યાસ)
આ ઉપરાંત કોંગ્રેસ સત્તામાં આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરવાનું પણ વચન આપ્યું છે. વળી, કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલી કેબિનેટ મિટિંગમાં જ એ સરકારનો સત્તાવાર દસ્તાવેજ બનાવીને કામ કરશે.
Release of Congress Party's Manifesto for #GujaratElections2022 https://t.co/NoWHwQ72mU
— Ashok Gehlot (@ashokgehlot51) November 12, 2022
કોંગ્રેસ સત્તામાં આવશે તો 10 લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનું વચન આપતાં કહ્યું હતું કે એમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષણ રાખવામાં આવશે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં કોન્ટ્રેક્ટ અને આઉટસોર્સિંગની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે અને બેરોજગારોને રૂ. 3000 મહિને બેરોજગારી ભથ્થું આપવાનું વચન પણ આપ્યું છે.
#कोंग्रेस के वचन:
👉🏻 गुजरात के युवाओं के लिए 10 लाख सरकारी नौकरी
👉🏻 नौकरियों में महिलाओं को प्राथमिकता
👉🏻 बेरोजगार युवाओं को ₹३,००० भत्ता
👉🏻 सरकारी नौकरियों में संविदा व्यवस्था समाप्त की जाएगी#कांग्रेस_का_जन_घोषणा_पत्र#Jagdishthakormp #Jagdishthakor pic.twitter.com/EUHJSsHRfq— Jagdish Thakor (@jagdishthakormp) November 12, 2022
આ સાથે કોંગ્રેસ દૂધ ઉત્પાદકોને લિટરદીઠ રૂ. પાંચની સબસિડી અને રૂ. 500માં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે યુવતીઓને KGથી PG સુધી મફત શિક્ષણનું વચન આપ્યું છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજ્યમાં 3000 અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે.
કોંગ્રેસે ગઈ કાલે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. ત્રીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કર્યા છે.