‘હાજી કાસમ તારી વીજળી’ની નાટ્ય પ્રસ્તુતિ પર પ્રેક્ષકો મંત્રમુગ્ધ

અમદાવાદઃ UNM ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ‘અભિવ્યક્તિ’ ધ સિટી આર્ટ પ્રોજેક્ટની ચોથી આવૃત્તિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પહેલ દ્વારા આર્ટ્સનાં ચારેય સેગમેન્ટમાં વિઝ્યુઅલ આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટરમાં નવા વિચારો આઇડિયાઓ અને પ્રયોગો હાથ ધરવામાં આવશે. ‘અભિવ્યક્તિ’નો મંચ દરેક જણ સુધી કળાનાં વિવિધ સ્વરૂપોને પહોંચાડવા અને પ્રતિભાને દર્શાવવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા વિના પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. 

‘અભિવ્યક્તિ’ના ભવ્ય ઉદઘાટનમાં ‘હાજી કાસમ તારી વીજળી’એ 30-35 જાણીતા કલાકારોને એકમેક સાથે જોડ્યા હતા અને તેમણે સુંદર પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું, જે ગુણવંત રાયની નવલકથા પરથી પ્રેરિત છે, જેમાં હાજી કાસમ (જહાજના કેપ્ટન)ના વીજળી નામના જહાજ અને તેણે ખેડેલી પોરબંદરથી મુંબઈની સફરની વાત કરવામાં આવી છે. આ વાર્તાને રામ મોરીએ નાટ્યાત્મક સ્વરૂપ આપ્યું હતું અને એ નાટકના ડાયલોગ અને ગીતો અભિનવ બેન્કર દ્વારા દિગ્દર્શિત થયાં છે.

બે કલાક ચાલેલા આ નાટકમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મયૂર ચૌહાણ ઉર્ફે માઇકલ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે ભાર્ગવ પુરોહિતે ગાયક આદિત્ય ગઢવી સાથે લાઇવ ગીત ગાઈને આકર્ષણ જમાવ્યું હતું. આ મ્યુઝિકમાં સાહસ, હિંમત અને રોમાન્સની થીમ્સના ખૂબ જ ચીવટપૂર્વકના કરવામાં આવેલા મિશ્રણે પ્રેક્ષકોને એક  અવિસ્મરણીય પ્રવાસ કરાવ્યો હતો.

‘અભિવ્યક્તિ’એ આ નાટ્ય પ્રસ્તુતિ દ્વારા રચનાત્મક ભાવનાના પ્રતિનિધિની ઓળખ સ્થાપિત કરી છે. આ એડિશન આવનારા દિવસોમાં નવા અને કુશળ કલાકારો દ્વારા અદભુત પ્રદર્શન, સ્થાપન અને વર્કશોપ રજૂ કરવા માટે સજ્જ છે, જે દર્શકોને અગાઉ ક્યારેય ના માણ્યા હોય તેવો કલાત્મક અનુભવ કરાવશે.

કરતાલ વર્કશાપમાં ભાગ લેનારાઓ દ્વારા કરાયેલા ઓપનિંગ પરફોર્મન્સની ઝલક…

 

આ સાથે આવતી કાલના કાર્યક્રમો નીચે મુજબ છે.