સ્વૈચ્છિક સંસ્થાઓએ નીતિ આયોગના ‘‘એનજીઓ દર્પણ પોર્ટલ’’માં નોંધણી કરાવવી ફરજિયાત

ગાંધીનગરઃ આદિજાતિના લોકોના ઉત્કર્ષ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ ગ્રાન્ટ મેળવવા માટે ‘એનજીઓ દર્પણ પોર્ટલ’ પર નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા આદિજાતિના ઉત્કર્ષ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને અલગ-અલગ પ્રોજેક્ટ અને કામગીરી માટે અનુદાન આપવામાં આવે છે. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ નીતિ આયોગના ‘‘એન.જી.ઓ દર્પણ પોર્ટલ’’ માં નોંધણી કરાવવી ફરજિયાત છે એમ આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત સચીવ દ્વારા જણાવાયું છે.

તેમણે ઉમેર્યું કે  આદિજાતિ મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે અનુદાન મેળવતી સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs/Vos) પાસેથી દરખાસ્ત મંગાવવાની થાય છે. જેના માટે રસ ધરાવતી (NGOs/Vos) એ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે. રસ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાઓએ (NGOs/Vos) મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સના ઓનલાઇન પોર્ટલ “NGO Grants Application & Tracking System” (www.ngograntsmota.gov.in) પરથી ઓનલાઇન અરજીઓ/દરખાસ્ત કરવી અનિવાર્ય છે.  ઓનલાઇન અરજી/દરખાસ્ત કરવા માટે જે-તે સ્વૈચ્છિક સંસ્થાઓએ (NGOs/Vos) પ્રથમ નીતિ આયોગના ‘‘એન.જી.ઓ. દર્પણ ’’ પોર્ટલમાં નોંધણી કરાવવી ફરજીયાત છે.

રસ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાઓએ ઓનલાઇન દરખાસ્ત તા.૧૦/૮/૨૦૧૮ સુધીમાં કરવાની રહેશે, મળેલ દરખાસ્તો અરજીઓ ઉપર જરૂરી કાર્યવાહી કરી તા.૯/૯/૨૦૧૮ સુધીમાં મિનિસ્ટ્રી ઓફ ટ્રાયબલ અફેર્સના ઓનલાઇન પોર્ટલમાં જ “NGO Grants Application & Tracking System” (www.ngograntsmota.gov.in) પર યોગ્ય કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરાશે, તેમ વધુમાં જણાવાયું છે.