અમદાવાદઃ ડૉક્ટરોએ લીધી 300 ઓપરેશન પાર પાડનાર રોવિંગ રોબોટની મુલાકાત

અમદાવાદ કેન્સર કેર ક્ષેત્રે સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતી એચસીજીએ તબીબી સમુદાય માટે એક નવતર પ્રકારનો અનુભવ પૂરો પાડ્યો હતો, જેનો ઉદ્દેશ ડોક્ટરોને રોબોટિક્સ ટેકનોલોજીની બારીકીઓ સમજાવવાનો હતો.એચસીજીની ટીમ દ્વારા તેમના સેન્ટરમાં રોવીંગ રોબોટની મુલાકાત લઈ દા વિન્સી સર્જીકલ સિસ્ટમ (da Vinci Surgical System Si) ની સરળતાનો અનુભવ કરવા માટે નિષ્ણાતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ સિસ્ટમ ડ્યુઅલ કોન્સોલ કેપેબિલીટી કે જે મિનિમલી ઈનવેઝીવ સર્જરીમાં ટ્રેનિંગ અને સુપિરિયર ક્લિનિકલ ક્ષમતા માટે હાઈ-ડેફિનેશન, થ્રીડી વિઝન પૂરૂ પાડે છે. આ ટેકનોલોજીકલી સાઉન્ડ સર્જીકલ સિસ્ટમ અતિ આધુનિક 10 ગણું મેગ્નીફિકેશન ધરાવતું 3D HD વિઝ્યુઆલાઈઝેશન અને ઓપરેટીવ ફિલ્ડ માટે ઈમર્સીવ વ્યૂ તથા માનવ હાથ કરતાં વધુ બહેતર રીતે વિવિધ દિશાઓમાં કામ કરી શકે છે. તે નેચરલ આઈ અને હેન્ડ ઈન્સ્ટ્રુમેન્ટના એલાઈનમેન્ટ દ્વારા ઓપન સર્જરીનો અનુભવ પૂરો પાડે છે. આમ છતાં એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદ da Vinci Surgical System Xiનું એડવાન્સ વર્ઝન ધરાવે છે, જેના દ્વારા નિષ્ણાતોની અનુભવી ટીમે 300 થી વધુ રોબોટિક સર્જરી પાર પાડી છે.

રોબોટીક સર્જરી જેવા વધુ ક્રાંતિકારી અભિગમ તરફ આગળ વધી રહી છે, જે દર્દીને સંખ્યાબંધ લાભ પૂરા પાડે છે, જેમાં હોસ્પિટલમાં ઓછુ રોકાણ, ઓપેરશન પછીની ઓછી જટિલતા, ઓછામાં ઓછા કાપા અને ઝડપી રિકવરીનો સમાવેશ થાય છે.

આ અંગે વધુ વાત કરતાં એચસીજી ગ્રુપ, ગુજરાત રીજનલ ડિરેક્ટર અને એસસીજી કેન્સર સેન્ટર, અમદાવાદના સીઈઓ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે “વિવિધ આંકડાઓને આધારે કહી શકાય તેમ છે કે ભારતમાં કેન્સરના નવા કેસ વધવાની સંભાવના છે. કેન્સરને કારણે થતાં મોતની સંખ્યા પણ વધશે. દર મહિને વધુને વધુ કેન્સરના કેસ બહાર આવી રહ્યા છે, ત્યારે નવી ટેકનોલોજી અપનાવવી અને તે અંગે જાણકારી પૂરી પાડવી તે મહત્વનું છે. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે આ પહેલ એક મહત્વનું કદમ છે.”