અમદાવાદઃ ભારતમાં ફાઈન્ડિંગ ધ લીડર ઈન યૂ (FLY) પ્રોગ્રામ દ્વારા દેશના યુવાઓ અને વ્યાવસાયિકોમાં વૈશ્વિક સ્પર્ધાત્ક્તાનો ગુણ વિક્સાવવાનું કામ કરતી અમેરિકાસ્થિત નોન-પ્રોફિટ સંસ્થા કૉમ્પિટિટિવનેસ માઈન્ડસેટ ઈન્સ્ટિટ્યૂટ (સીએમઆઈ) દ્વારા ગયા શનિવારે વર્ચ્યુઅલ એલમ્નાઈ સભા ‘બૈઠક’નું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક મુખ્યાલય અમેરિકામાં અને ભારતીય મુખ્યાલય અમદાવાદમાં ધરાવતી આ સંસ્થાની ‘બૈઠક’માં ઈન્સ્ટિટ્યૂટ્સનાં આશરે 165 FLY ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સૌનું એક સમાન લક્ષ્ય છેઃ પોતપોતાની પસંદગીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ઝળકવું અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવું. આ બૈઠકના આયોજન પાછળનો ઉદ્દેશ્ય તમામ સહભાગીઓને એમના વર્કશોપ બાદના જીવનમાં થયેલાં અનુભવો શેર કર્યાં હતાં.
નિષ્ફળતાના ભયને પાછળ પાડવાનું પોતે કેવી રીતે શીખ્યા અને વધારે આત્મવિશ્વાસ કઈ રીતે કેળવ્યો એ વિશે જણાવ્યું હતું. કેટલાકે જણાવ્યું કે ઓનલાઈન પરીક્ષાઓમાં પાઠ્યપુસ્તકોમાંથી કોપી કર્યા વિના પૂર્ણપણું હાંસલ કરવાની કેવી રીતે પ્રેક્ટિસ કરી હતી. ભારત હાલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સ્પર્ધાત્મક્તામાંમ 10 પોઈન્ટ નીચે ઉતરી ગયું છે, પરંતુ CMI દ્વારા એવી આશા વ્યક્ત કરાઈ છે કે ભારત વર્લ્ડ ઈકોનોમીમાં જરૂર આગળ પડતું રેન્કિંગ હાંસલ કરશે. કોલેજ વિદ્યાર્થીઓ માટેનો FLY સ્કોલર પ્રોગ્રામ એનઆઈડી અમદાવાદ, આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી ગાંધીનગર સહિત આશરે 39 સંસ્થાઓમાં હાથ ધરવામાં આવી રહ્યો છે. FLY જુનિયર સ્કોલર નામનો નવો પ્રોગ્રામ 2021ના ઓગસ્ટમાં મુંબઈમાં ધોરણ 11 અને 12મા શરૂ કરવામાં આવનાર છે.