અમદાવાદઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજિકલ ક્રાન્તિ તરફ ગુજરાતે વધુ એક કદમ ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આત્મનિર્ભરતાની દિશામાં નક્કર આયોજનો થઈ રહ્યાં છે ત્યારે સેમિકંડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુ સાથે ભારત સરકાર દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ની સ્થાપના કરવામાં આવી છે અને દેશમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ.૭૬૦૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ભારત સરકારની આ પહેલને સમાંતર ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા મુખ્ય મંત્રી દ્વારા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે, એમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
મને જણાવતા આનંદ થાય છે કે સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મુજબ ગુજરાતે ટેકનોલોજી ક્રાંતિની દિશામાં વધુ એક કદમ ભરીને દેશની સૌપ્રથમ 'ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27' જાહેર કરી છે. pic.twitter.com/PtqSv5gdyO
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 27, 2022
રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-૨૦૨૨થી ૨૦૨૭ જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે, એમ તેમણે ઉમેર્યુ હતું.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodiજી એ સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરી છે જેમાં ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે સમર્પિત પોલિસીની જાહેરાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. https://t.co/AdEMWisTq2
— Jitu Vaghani (@jitu_vaghani) July 27, 2022
ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭”ની મહત્વપૂર્ણ જાહેરાત
|