ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો હવે ઓડિયો-ફોર્મેટમાં પણ ઉપલબ્ધ

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખક ચંદ્રકાંત બક્ષીની કલમના લાખો લોકો દિવાના છે. એમના દ્વારા લિખિત અનેક પુસ્તકો લોકપ્રિય થયા છે. હવે આ સુપ્રસિદ્ધ લેખકના પ્રશંસકો માટે ખુશખબર એ છે કે બક્ષીના પાંચ સૌથી લોકપ્રિય પુસ્તકોને ઓડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. બક્ષીના પુસ્તકો ઘણા લોકોએ વાંચ્યા હશે, પરંતુ હવે ઓડિયો ટેક્નોલોજીમાં પણ ઉપલબ્ધ થયા હોવાથી તેને સાંભળવાનો આનંદ પણ માણી શકશે.

આ ગુજરાતી સાહિત્ય સંગ્રહમાં, ચંદ્રકાંત બક્ષીના પાંચ પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે ગુજરાતી ફિલ્મ અને રંગભૂમિના નામાંકિત કલાકારો દ્વારા વર્તન સ્વરૂપે વર્ણવવામાં આવ્યા છે, જેની સૂચિ નીચે મુજબ છે.

પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા દ્વારા ‘પેરેલિસિસ’

પ્રતિક ગાંધી દ્વારા ‘મહાજાતિ ગુજરાતી’

દર્શન જરીવાલા દ્વારા ‘બક્ષીનામા’

ચિરાગ વ્હોરા દ્વારા ‘શ્વાસની એકલતા’

મનોજ શાહ દ્વારા પડઘા ડૂબી ગયા

(ઉપરોક્ત તમામ પુસ્તકો CLICK પર ઉપલબ્ધ છે)

પુસ્તકપ્રેમીઓ અને સાહિત્યરસિકોને સ્ટોરીટેલ એપ પર બક્ષીનામા, દરિયાલાલ, કુંતી, અમીર પપ્પા ગરીબ પપ્પા (ગુજરાતી), ધ રામબાઈ, મહામાનવ સરદાર, ક્રોસરોડ્સ, પપ્પાની ગર્લફ્રેન્ડ, મહોતુ, સરસ્વતીચંદ્ર, સત્યના પ્રયોગો જેવા લોકપ્રિય પુસ્તકોમાંથી ઘણા પ્રખ્યાત પુસ્તકો મળી રહેશે.

સ્ટોરીટેલ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર યોગેશ દશરથે જણાવ્યું છે કે “અમારો ઉદ્દેશ્ય લોકોને વાર્તાઓ અને સાહિત્યની વધુ ને વધુ નજીક લાવવાનો છે. અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓ માટે ઑડિયોબુક્સના વપરાશ પ્રત્યે લોકોની બમણી રુચિ જોઈને અમે ભારત માટે એક વિશિષ્ટ પ્લાન લૉન્ચ કરવાનું નક્કી કર્યું – જે દરેકને પોસાય તેવા ભાવે તેમની ભાષામાં ઑડિયોબુક્સનો આનંદ માણવાનો લ્હાવો આપે છે.”  સ્ટોરીટેલ એક ઑડિઓબુક અને ઇબુક એપ્લિકેશન સ્ટ્રીમિંગ સેવા છે. આ એપ દ્વારા ભારતમાં હાલમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ, બંગાળી, તમિલ, મલયાલમ, તેલુગુ, આસામી, ગુજરાતી અને કન્નડ જેવી વિવિધ 12 ભાષાઓમાં 3 લાખથી વધુ ઑડિયોબુક્સ અને ઈ-બુક્સ રજૂ કરાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]