લગ્નના પાંચ મહિના પછી કેટરિનાએ આપ્યા ગુડ ન્યૂઝ?, જાણો…

મુંબઈઃ ગયા વર્ષે સૌથી ચર્ચિત સેલિબ્રિટી બોલીવૂડની હોટ જોડી કેટરિના કૈફ અને વિક્કી કૌશલનાં લગ્ન હતાં. આ કપલે નવ ડિસેમ્બરે રાજસ્થાનના બડવારામાં લગ્ન કર્યા હતાં. હવે બંનેનાં લગ્નના કેટલાક મહિનાઓ પછી કેટરિના પ્રેગનન્ટ હોવાના સમાચાર ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે. બોલીવૂડની ગ્લેમર ગર્લ કેટરિના બે મહિનાથી પ્રેગનેન્ટ હોવાની અટકળો છે. તે અને વિક્કી કૌશલ પેરેન્ટ્સ બનવાના છે, પણ કેટરિનાની સગર્ભા હોવાના સમાચાર પર પ્રતિભાવ આપતાં વિક્કીની નજીકનાં સૂત્રોએ કહ્યું હતું કે આ સમાચારમાં કોઈ સચ્ચાઈ નથી. આ અહેવાલ ખોટા છે.

કેટરિના અને વિક્કીને છેલ્લે ન્યુ યોર્કમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. બંનેએ સોશિયલ મિડિયા પર ટ્રિપની ઝલક શેર કરી હતી. કેટરિનાના ગો –ટુ બેકરીમાં પિટસ્ટોપ બનાવવાથી માંડીને પૂલમાં કેટલોક ક્વોલિટી ટાઇમ એન્જોય કરવા સુધી ઘણી મોમેન્ટ શેર કરી હતી.

કેટરિના કેફની ટીમે તે સગર્ભા હોવા વિશે વાત કરતાં કહ્યું હતું કે એક્ટ્રેસ હાલ પ્રેગનેન્ટ નથી. તે હાલ તેની કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે હાલ વિક્કીની સાથે લગ્નના પ્રારંભના દિવસો એન્જોય કરી રહી છે.

વિક્કી છેલ્લે ‘સરદાર ઉધમ’માં જોવા મળ્યો હતો. તે સારા અલી ખાનની સાથે ફિલ્મ કરશે. તે સેમ માણેકશાની બાયોપિક માટે મેઘના ગુલઝારની સાથે ‘ગોવિંદા નામ મેરા’ની સાથે ફરીથી કામ કરશે. કેટરિનાને છેલ્લે અક્ષયકુમાર-સ્ટારર ‘સૂર્યવંશી’માં જોવા મળી હતી. તે આગામી ફિલ્મ ‘ફોન ભૂત,’ ‘મેરી ક્રિસમસ’ અને ‘ટાઇગર 3’માં દેખાં દેશે. તેની પાસે ફિલ્મનિર્માતા અલી અબ્બાસ જફરની સાથે એક સુપર હીરો ફિલ્મ પણ છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]