ભાજપ પ્રદેશ કારોબારીની મળશે બેઠક..

લોકસભા ચૂંટણી 2024 અંત આવી ગયો છે. અને ભારતની જનતાએ ફરી એક વાર નરેન્દ્ર મોદીની NDA સરકાર પર ભરોશો મુક્યો છે. હવે ગુજરાત ભાજપ દ્વારા સંગઠનને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પગલે આગામી 4-5 જુલાઈના રોજ ભાજપની પ્રદેશ કારોબારી યોજાશે. ઉલ્લેખનીય છે કે, આજે કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી સમયે નિમાયેલા વિસ્તારકોની બેઠક મળી હતી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

ભાજપની આ સંગઠ બેઠક સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાવાની છે. આ બેઠકમાં પ્રદેશ કારોબારીના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે. સામાન્ય રીતે પહેલા રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાતી હોય છે, જે બાદ પ્રદેશ કારોબારી બેઠક યોજાતી હોય છે. આ કારોબારીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત લોકસભાની 26 સીટ પરની સમીક્ષા પણ કરવામાં આવશે.આ ઉપરાંત વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ટર્મ પૂરી થતી હોવાને કારણે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, આ બેઠકની અંદર કાર્યકારી પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થઈ શકે છે.