ગુજરાત સહિત રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા 9 ઉમેદવાર

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ખાલી થયેલી 55 સીટો પર યોજાનારી ચૂંટણી માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપની પ્રથમ યાદીમાં મધ્ય પ્રદેશથી કોંગ્રેસ છોડીને આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બિહારથી સીપી ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપી છે.

રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરૂણ સિંહે અખબારી યાદી જારી કરી મંગળવારે ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર નિર્ણય લેવાયાની જાણકારી આપી હતી. ભાજપે આસામથી ભુવનેશ્વર કાલીતા, ગુજરાતથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા, ઝારખંડથી દીપક પ્રકાશ, મણિપુરથી લિએસેંબા મહારાજાને ટિકિટ આપી છે. મહારાષ્ટ્રથી શ્રીમંત ઉદયના રાજે ભોંસલે અને રાજસ્થાનથી રાજેન્દ્ર ગેહલોત ભાજપના ઉમેદવાર હશે.

ભાજપે મહારાષ્ટ્ર અને આસામની એક-એક સીટ પોતાના સહયોગી દળો માટે છોડી છે. મહારાષ્ટ્રની એક સીટથી ભાજપના ગઠબંધનના સહયોગી આરપીઆઈ (એ)ના રામદાસ અઠાવલે અને આસામથી બીપીએફના બુસ્વજીત ડાઇમરી ઉમેદવાર હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]