અમદાવાદ, તા. ૫ ડિસેમ્બર, 2021: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે કોરોના વોરીયર્સ અને સમગ્ર પ્રજાના જુસ્સાનો પડઘો પાડતી ‘ટુગેધર વી ફ્લાય’ વિશાળ ક્લાકૃતિ પ્રજાને સમર્પિત કરી હતી, કે જે સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રની પ્રજાની લાગણી, અભિવ્યક્તિ અને વિચારોનું પ્રતિબિંબ પાડે છે. તેને ખુલ્લી મૂકતાં અને કોરોના વોરીયર્સને બિરદાવવાની સાથે સમગ્ર પ્રજાને આશા, હકારાત્મકતા અને પ્રેરણાનો સંદેશ આપતાં આ ક્લાકૃતિને પડકારજનક સમયમાં સમગ્ર પ્રજા જે રીતે એકજૂટ બનીને ખમીરથી ઉભી રહી તેનું પ્રતીક ગણાવ્યું હતું.
પંદર હજાર જેટલી અનન્ય અભિવ્યક્તિ સાથેની આ ‘ટુગેધર વી ફ્લાય’ કલાકૃતિ 262 ફૂટ પહોળી અને 85 ફૂટની ઉંચાઈ ધરાવે છે, જે ઝાયડસ ગૃપનાં આઈકોનીક કોર્પોરેટ હેડ ક્વાર્ટરની બાહ્ય દિવાલ ઉપર મૂકવામાં આવી છે. વૈવિધ્યસભર કલા, કવિતા, કેલીગ્રાફી, ફોટોગ્રાફ્સ તેમજ પેન્ડેમીકના બીજા વેવ દરમિયાન પડકાર અને જુસ્સાને વ્યક્ત કરતાં હસ્તલિખિત વ્યક્તિગત પીસ ઓફ આર્ટને જોડી એક ક્વીલ્ટ તરીકે નવો આશાદીપ આવનાર સમય માટે તે આપે છે.
આ ખાસ ઈનીશીએટીવ ઝાયડસ પ્રમોટર્સ કુટુંબનાં ક્લામર્મજ્ઞ ડિઝાઈનર અને ઉદ્યોગ સાહસિક શ્રીમતી મેહા પટેલ અને કોરોના ક્વીલ્ટ પ્રોજેક્ટનાં ફાઉન્ડર્સ શ્રીમતી દિયા મહેતા ભૂપાલ અને શ્રીમતી નેહા મોદીનો સંયુક્તપણે છે.
આ પ્રસંગે પોતાનાં ઉદબોધનમાં ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ આર. પટેલે કહ્યું, “આ સમગ્ર પેન્ડેમીક દરમ્યાન અમે ડાયગ્નોસ્ટીક્સ, થેરાપેટીક્સ અને વેક્સીન દ્વારા પ્રજાની સતત પડખે ઉભા રહ્યા છીએ. તેની સાથે સાથે અમને પ્રજા સાથે સીધી રીતે આશા અને હકારાત્મકતાનાં સંદેશ સાથે જોડાવાની પણ જરૂર જણાઇ અને સાથે મળીને આપણે સૌ આ પડકારજનક સમયને પસાર કરીને સફળતાથી આગળ વધીશું.”
આ કલાકૃતિ ડૉક્ટરો, રિસર્ચર્સ, નર્સો, પેરામેડીક્સ, હેલ્થકેર ક્ષેત્ર, કાયદો અને વ્યવસ્થા ક્ષેત્ર વગેરેના કોરોના વોરીયર્સ જે અડીખમ રીતે સતત કાર્યરત રહ્યા તે આશા અને હકારાત્મકતાનો સંદેશ સાથેની પેન્ડેમીક દરમ્યાન તેમની કામગીરીને સમર્પિત છે.