બે ભાષામાં ‘ભગવદ્ ગીતા સેઈંગ ઈટ ધ સિમ્પલ વે’ પુસ્તક…

અમદાવાદઃ પૂર્વ બ્યૂરોક્રેટ અને આધ્યાત્મિક્તા, ફિલોસોફી, સાઈકોલોજી, ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રે અગ્રણી લેખક વિજય સિંઘલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ભગવદ ગીતા પરના તેમના પુસ્તકનું વિમોચન કર્યુ હતું. વિજય સિંઘલ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં લખે છે તેમણે આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી ભાષામાં સરળ, સ્પષ્ટ અને સમજવામાં સરળ તેવી ભાષામાં લખ્યું છે.

આ પ્રસંગે વિજય સિંઘલે કહ્યું હતું જણાવ્યું હતું કે ‘આ પુસ્તક સમકાલીન સ્ટાઈલમાં રજૂ કરાયું છે અને વધુ તો તે સેલ્ફ હેલ્પ બૂક છે અને તેમાં વ્યવહારૂ ડહાપણ તથા દરેક શ્લોકનો બે ભાષાઓમાં અનુવાદ કરાયો છે જેથી વાચકોને તે સમજવામાં સરળતા રહે છે. અમે અઘરા શબ્દો પર પણ ધ્યાન આપ્યું છે અને કૌંસમાં ટૂંકા વર્ણન સાથે શ્લોક સાથે વિચારો વિશે સમજૂતી આપી છે. આ કરવામાં શ્લોકોનો ખરો અર્થ જળવાય તેની પૂરેપૂરી કાળજી લેવામાં વી છે અને સાથે શ્લોકોના મૂળ ઉદ્દેશને યથાવત્ રખાયો છે.

વિજય સિંઘલ સાથે લેખક અતુલ ભારદ્વાજે કહ્યું હતું, ‘આ પુસ્તક એ રીતે રજૂ કરાયું છે કે તેમાં દરેક શ્લોક માટે વધારાની કોમેન્ટરી કે વર્ણન નથી કે લાંબા લખાણની જરૂર નથી. આમ, વિવિધ કોમેન્ટેટર્સના વ્યક્તિગત મંતવ્યોથી પ્રેરાવાના સ્થાને વાચક ખુદ જ આ પવિત્ર પુસ્તકના વિચારોને સમજવા કોશિશ કરી શકે છે. એક પાના પર માત્ર બે શ્લોકો (હિન્દી અને અંગ્રેજી અનુવાદ સાથે) રખાયા હોવાથી પુસ્તક વાંચવામાં સરળતા રહે છે. હું સિંઘલને અભિનંદન આપું છું કે પુસ્તકમાં મુકાયેલી તસવીરો અને મોટાભાગની કુદરતી દ્રશ્યોની તસવીરો એકદમ યોગ્ય રીતે મૂકવામા આવી છે.

વિજય સિંઘલે જણાવ્યું કે આજનું વિશ્વ ગળાકાપ હરિફાઈમાં વ્યસ્ત છે, એવામાં ભગવદ ગીતાનો ઉપદેશ ખૂબ ઉપયુક્ત છે કેમકે તેની ફિલોસોફીકલ અસ્તિત્વના સત્યને ગ્રાફિકલી રજૂ કરવામાં આવ્યું છે અને જીવનનો મૂળ હેતુ શું છે એ સમજાવે છે એટલું જ નહીં તે ભૌતિક સફળતા અને આધ્યાત્મિક સંપૂર્ણતાનો અર્થ સમજાવે છે.’

તેમણે કહ્યું હતું, ‘જ્યારે અર્જુનને તેની ફરજ કોઈ આત્મસ્વાર્થ વિના બજાવવાનો સંદેશો ભગવાન કૃષ્ણ આપે છે ત્યારે તેઓ તેને કર્મ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ જેવા આત્મજાગૃતિના અર્થ સમજાવે છે. પરંતુ તેમણે એ સમયે કહ્યું હતું કે આ બધામાં સૌથી સરળ માર્ગ ભક્તિ યોગનો છે. સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ જ્યારે સર્વોચ્ચ શક્તિ સમક્ષ કરવામાં આવે ત્યારે મનની શાંતિ પ્રાપ્ત થાય છે. ગીતાનો ઉપદેશ દરેકને લાગુ પડે છે અને તે કોઈ જાતિ, લિંગ કે સમુદાયનો ભેદ રાખતો નથી.’ ગીતામાં આત્મજાગૃતિના માર્ગો દર્શાવાયા છે.

કૃષ્ણ તેમાં કહે છે કે એ તમામ માર્ગો તેમના સુધી પહોંચે છે. વ્યક્તિના સ્વભાવ અને સંજોગો અનુસાર તેમાંથી કોઈની પસંદગી કરી શકે છે. કૃષ્ણ અંતમાં અર્જુનને કહે છે. આ ઉપદેશ મેં તને આપ્યો છે. જે તમામ રહસ્યોમાંનું સૌથી વધુ રહસ્ય છે. તેના પર ગંભીરતાથી વિચાર અને પછી તને જે ઈચ્છા હોય તે કર.’ આમ, જાગૃત, સંતુલિત, સક્રિય અને સમર્પિત જીવન જેવો મંત્ર કૃષ્ણએ માનવજાત માટે આપેલો છે.