કચ્છ-બનાસકાંઠા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો

અમદાવાદઃ રાજ્યભરમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આજે રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

તો બીજી તરફ કચ્છના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝરમર વરસાદ પણ થયો છે. કચ્છમાં માતાનાં મઢ, કોટેશ્વર, દયાપર અને લખપત સહિતનાં વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. બીજી તરફ આ માવઠાનાં કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ફક્ત કચ્છમાં જ નહીં, પરંતુ બનાસકાંઠામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવણ થયું હતુ. વાદળછાયા વાતાવરણનાં કારણે ખેડૂતો ચિંતિત છે. કચ્છમાં માવઠુ અને બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણથી રવી પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]