રાજ્યના આ જળશયમાં નવા નીરના થયા આગમન

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યાર પાછલા 24 કલાકની વાત થાય તો રાજ્યમાં એક દિવસમાં લગભગ 159 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં આજે સવારથી સૌરાષ્ટ્રના રાજકોટમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે સૈરાષ્ટ્રાના લગભગ તમામ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જેમાં રાજોકટના આજી ડેમ 2માં પાણી ભરપૂર આવક નોંધાય છે. મળતી માહિતી અનુસાર આજી ડેમ-2માં 90 જળ સ્ત્રોત નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 14 ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં પાંચ જિલ્લાના 14 ડેમમાં 10 સેમીથી 17 ફુટ સુધીની આવક થઇ છે. તેમાં રાજકોટ જિલ્લાના 3, મોરબીના 3 ડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે જામનગર, દ્વારકાના 3, સુરેન્દ્રનગરના 2 ડેમમાં પાણીની આવક થઇ છે.

જુન મહિનોમાં વરસાદનું પ્રામણે આગલા વર્ષના વરસાદના સામે ઓછું નોંધવામાં આવ્યું છે. પણ આ વર્ષ વરસાદના નાવ નીર તમામ જળાશયોમાં આવતા જોવા મળી રહ્યા છે. આ અગાઉ જામનગર જિલ્લાના 25 જળાશયો પૈકીના પાંચ ડેમોમાં ચાલુ સિઝનમાં વરસાદની ધીમે ધીમે આવક શરૂ થઈ છે. જામનગર જિલ્લાના રૂપાવટી ડેમ, રંગમતી ડેમ, ફુલઝર-1 ડેમ અને ઉંડ-3 ડેમ કે જે પાંચ જળાશયોમાં ચાલુ વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જોકે મોટાભાગના ડેમો તળિયા ઝાટક હતા, જેથી હાલ તેમાં ધીમે ધીમે પાણીની આવક શરૂ થઈ રહી છે.

તો બીજી બાજુ ઉપરવારમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં આવેલ હાથનૂક ડેમના દ્વાર ખોલવામાં આવ્યા. પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ઉકાઈ ડેમમાં કુલ 6,392 ક્યુસેક જેટલું પાણીની આવક નોંધાય છે. તો બીજી તરફ ડેમની હાલ જળસપાટી 305.47 ફૂટ પહોચી છે. ત્યારે ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટની છે. થોડા દિવસ અગાઉ મોરબી નજીકનો મચ્છુ-2 ડેમના કુલ 38 દરવાજા પૈકીના પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થઈ જતા હાલમાં ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી તાલુકા, ડેમના કેચમેટ વિસ્તાર કે પછી ડેમના ઉપરના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નથી છતાં પણ મચ્છુ-2 ડેમમાં નવું ત્રણ ફૂટ પાણી આવ્યું છે.

ખોડાપીપર ડેમમાં 0.33 ફુટ પાણી આવ્યુ છે. સસોઈ 2માં 17 ફુટ પાણી આવ્યુ છે. સાર્વત્રિક વરસાદથી જળાશયમાં ધીમીધારે નવા પાણીની આવક શરૂ થઇ છે. બ્રાહ્મણી બેમાં 0.49 ફૂટ પાણી આવ્યુ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચેક ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે. ધોધમાર વરસાદ પડશે તો આ વિસ્તારની અંદર આવેલ ડેમો ઓવરફ્લો થશે. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટર નોંધાઈ છે. જો કે સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યૂસેક છે. પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા છે.