કોંગ્રેસના મહિલા પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે પાટીદાર મહિલા એવા ગીતા પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રેસિડેન્ટ અલકા લાંબા દ્ધારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને સદસ્યતા અભિયાનના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રેસિડેન્ટ અલકા લાંબાએ ગીતાબહેન પટેલને ગુજરાત રાજ્યમાં મહિલા કોંગ્રેસના સદસ્યતા અભિયાનને સફળતાપૂર્વક આગળ વધારવા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
અલકા લાંબાએ કહ્યું કે “મને એ જણાવતા આનંદ થાય છે કે તમને ગુજરાત રાજ્યમાં મહિલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને સભ્યપદ અભિયાનના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે તમે મહિલા કોંગ્રેસના સભ્યપદ અભિયાનને સફળ બનાવવા માટે સમર્પિત રહેશો.”