આખરે અફેરની અફવાઓ પર ગોવિંદાએ મૌન તોડ્યુ

અભિનેતા ગોવિંદા તાજેતરમાં કોમલ રાની સ્વર્ણકર સાથે લાલબાગના રાજાની મુલાકાતે ગયા હતા. તેમના કથિત અફેરની અફવાઓ વચ્ચે લાલબાદની મુલાકાતે ચર્ચાને વધુ વેગ આપ્યો છે. ગોવિંદાએ તાજેતરમાં આ બાબતે પોતાનું મૌન તોડ્યું હતું.

અભિનેતા ગોવિંદા લાંબા સમય પછી ફિલ્મ ‘રૂપા’દ્વારા વાપસી કરી રહ્યા છે. જેમાં તે અભિનેત્રી કોમલ રાની સાથે જોવા મળશે. આ ફિલ્મની ચર્ચાની સાથે ગોવિંદા પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. કોમલ રાની સાથેના તેમના કથિત અફેરની ચર્ચા ફિલ્મી વર્તુળોમાં થઈ રહી છે. એવામાં જ્યારે બંનેએ સાથે લાલ બાગ રાજાની મુલાકાત લીધી ત્યારે આ અફવાઓએ વધુ જોર પકડ્યું. ગોવિંદાએ હવે આ અફવાઓનો જવાબ આપ્યો છે.

ગોવિંદાએ કહ્યું કે “મેં કરિશ્મા કપૂર અને રવિના સાથે પણ મંદિરમાં દર્શન કર્યા હતા.” તેમણે કહ્યું કે કોમલ સાથે લાલ બાગ રાજા પંડાલમાં તેમની મુલાકાત તેમની આગામી ફિલ્મ સાથે સંબંધિત હતી. તેમણે એમ પણ કહ્યું કે અફેરની અફવાઓ તેમને તેમના પરિવારથી દૂર રાખવા અને તેમની છબી ખરાબ કરવા માટે ઇરાદાપૂર્વકના કાવતરાનો ભાગ છે.

ANI સાથે વાત કરતા ગોવિંદાએ કહ્યું “હું મારી ફિલ્મ ‘રૂપા’ માટે પ્રાર્થના કરવા માટે લાલ બાગ રાજાના દર્શન કરવા ગયો હતો. મેં પહેલા પણ કરિશ્મા કપૂર સાથે મંદિરોમાં પણ મુલાકાત લીધી છે. તેઓ મારા માટે ખૂબ નસીબદાર સાબિત થયા છે. મારી ફિલ્મો ખૂબ જ હિટ રહી છે. હું રવિના ટંડન સાથે પણ ગયો હતો. હવે હું રાની સ્વર્ણકર સાથે ગયો હતો. મેં પ્રાર્થના કરી કારણ કે હું લાંબા સમય પછી ફરી શરૂઆત કરી રહ્યો છું.”

ગોવિંદાએ કોમલ રાની સ્વર્ણકર સાથે ડેટિંગની અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું “મેં હમણાં જ ફિલ્માંકન શરૂ કર્યું છે અને તેના વિશે પહેલેથી જ ખૂબ ચર્ચા છે. લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આટલી બધી ચર્ચા કેમ છે. મને સમજાતું નથી કે જો આપણે પ્રખ્યાત થઈ રહ્યા છીએ તો લોકોને કેમ સમસ્યા છે.”

ગોવિંદાએ પછી દાવો કર્યો કે આ વિવાદ આકસ્મિક નહોતો પરંતુ તેમની છબીને ખરાબ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસનો એક ભાગ હતો.

ગોવિંદાએ તેમના અંગત જીવન વિશેની અટકળોનો જવાબ આપતા કહ્યું,”આમાં કોઈનો વાંક નથી. તે એક સુનિયોજિત યોજના હતી. આવુ હજી પણ થશે. તે મને મારા પરિવારથી દૂર રાખવા અને સમાજમાં મારી છબીને ખરાબ કરવાની યોજનાનો ભાગ હતો. તેઓએ આ પહેલા પણ આ પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ ક્યારેય સફળ થયા નહીં. ભગવાન મારી સાથે હતા. મેં મારા કામ સિવાય અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં. હું ફક્ત કામ કરતો રહ્યો.ઘણા લોકોએ મારા સારા વર્તનની પ્રશંસા કરી.” તેઓએ કહ્યું કે હું સાદગી અને ભલાઈમાં ખૂબ ડૂબેલો હતો. તેઓ વિચારતા હતા કે હું ફિલ્મ ઉદ્યોગમાં કેવી રીતે આવ્યો.

ગોસિપ ફેલાવનારાઓ પર નારાજગી વ્યક્ત કરતા ગોવિંદા કહે છે કે અંગત જીવન કોઈના માટે ચર્ચાનો વિષય નથી. અભિનેતાએ તેમના સંબંધો પર ટિપ્પણી કરનારાઓની પણ ટીકા કરી અને કહ્યું કે જેમના અંગત જીવનમાં સમસ્યાઓ આવી છે તેઓએ તેમનો ન્યાય ન કરવો જોઈએ. અભિનેતાએ કહ્યું,”જે લોકો આવી ચર્ચાને લાયક પણ નથી તેઓ આવી ટિપ્પણીઓ કરી રહ્યા છે. પોતાના પરિવારના ભંગાણ અને છૂટાછેડા છતાં, તેઓ આવી વાતો કહી રહ્યા છે. હવે તેઓ મારા વિશે આવું કહી રહ્યા છે. આ તમને શોભતું નથી. દરેક વ્યક્તિ સમજે છે કે તમે શું છો.”

કોમલ રાની સાથેના સંબંધો વિશે તેમણે શું કહ્યું?

તેમણે કહ્યું કે કોમલ સાથેના તેમના સંબંધો ગમે તે હોય, તે જાહેર ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું,”આ કોઈ બીજા માટે ચર્ચાનો વિષય નથી, ભલે કોઈ અફેર હોય. હું કામ કરી રહ્યો છું અને વ્યાવસાયિક સંબંધ જાળવી રહ્યો છું.”

ગોવિંદાનો આરોપ છે કે તેમની વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અભિનેતાએ કહ્યું, “આ લોકો ઇચ્છે છે કે હું કામ ન કરી શકું, હું આર્થિક મુશ્કેલીઓનો સામનો કરુ. તેઓ મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકતમાં, તેઓ એક સામાજિક વાતાવરણ બનાવી રહ્યા છે જે ખૂબ જ ખતરનાક છે. તેઓ ભવિષ્યમાં લોકોને ગુના કરવા માટે ઉશ્કેરી રહ્યા છે.”

નોંધનીય છે કે ગોવિંદા મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં કોમલ સાથે પહોંચ્યા હતા, તેની પત્ની સુનીતા આહુજાએ એકલા પૂજા કરી તેના થોડા કલાકો પછી. આનાથી બંને વચ્ચે અફેર હોવાની અટકળો શરૂ થઈ. ગોવિંદાએ આ મુદ્દાઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.