અમદાવાદઃ ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલના દરેક સ્ટાફ મેમ્બરના સંપૂર્ણ રસીકરણ બાદ નિયમો પ્રમાણે હાલમાં જ રેગ્યુલર ક્લાસરૂમ શિક્ષણ શરૂ થયું છે. એ પહેલાં ૨૦૨૧-૨૩ PGDM અને PGDM માર્કેટિંગના કોર્સમાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ માટે ઓરિયેન્ટેશન પ્રોગ્રામ “સક્ષમ ૨૦૨૧” બી અ ચેન્જ મેકર ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. આ છ દિવસીય ઓરિયેન્ટેશન પ્રોગ્રામમાં દરેક દિવસે ઉત્તમ મેનેજર બનવા માટેના જરૂરી ગુણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઓરિયેન્ટેશન પ્રોગ્રામનું ઉદઘાટન શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર ડો. નેહા શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે “સક્ષમ”નો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવાનો છે, જેથી તેઓ માત્ર ઉદ્યોગ માટે તૈયાર વ્યવસાયિક જ નહીં, પરંતુ સમાજ માટે ચેન્જ મેકર માઇન્ડ સેટ ધરાવતા તૈયાર નાગરિકો બને.
આ ઓરિયેન્ટેશન પ્રોગ્રામમાં કર્નલ રાહુલ શર્માએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની સ્ટ્રેંગથ અને વીકનેસ અંગે સભાન બને એ મહત્ત્વનું છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર સંસારમાં મનુષ્ય જ એકમાત્ર જીવ છે, જે પોતાની નબળાઈને દૂર કરી શકે છે અને તેને સ્ટ્રેંગથમાં ફેરવી શકે છે, અન્ય કોઈ જીવમાં આ ક્ષમતા નથી.
વિવિધ સેક્ટરમાંથી આવતા જાણીતા એક્સપર્ટસે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કર્નલ રાહુલ શર્મા, ડો. રોહિત સ્વરૂપ, ડો જવાહર, વિષુવૃત પંડ્યા, રેબેકા સુદાન, ડો. હિમાંશુ બુચ વગેરેએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ બધા સંવાદમાં ઇમ્પોર્ટન્સ ઓફ નોઇંગ ઓન સ્ટ્રેંગથ એન્ડ વિકનેસ, ડિઝાઇન થિંકિંગ, પાવર ઓફ ડ્રેસિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ વેલબીઇંગ્સ વિશે ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી હતી.