મતદાન જાગૃતિ માટે AMTSની પહેલ, 7 મેના રોજ કરો મફત સવારી!

લોકસભા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વધુને વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આ સાથે કેટલાક ગ્રુપ કે સંસ્થા અલગ અલગ રીતે લોકોમાં મતદાન જાગૃતિ ફેલાવતા હોય છે. જેથી વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે સહભાગીદાર બને. ત્યારે હવે AMTS એ પણ લોકોમાં મતદાન જાગૃતિ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મતદાન કરનાર વ્યક્તિ AMTSમાં નિ:શુલ્ક પ્રવાસ કરી શકશે. આવતીકાલે 7મી મેના એક દિવસ માટે નિ:શુલ્ક પ્રવાસનો નિર્ણય કરવામાં આવ્યો છે.

AMTSએ લોકસભા ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે AMTS તેમને મુસાફરો મહત્વનો નિર્ણ કર્યો છે. આગામી 7મી મેના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિને AMTSનો નિ:શુલ્ક પ્રવાસ કરાવશે. જેના માટે મતદાન કરનાર વ્યક્તિએ આંગળી પર સહીનું નિશાન બતાવવાનું રહેશે અને જેની આંગળી પર સહીનું નિશાન બતાવશે તે AMTSના નિ:શુલ્ક પ્રવાસના નિર્ણયનો લાભ લઈ શકશે. લોકો લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોહ કરે તે હેતુથી આ નિ:શુલ્ક પ્રવાસનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ નિર્ણય 7 મે એટલે કે, આવતીકાલ પૂરતો જ સીમિત છે.