અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી કર રાહત યોજના થકી કરદાતાઓ પાસેથી નોંધપાત્ર આવક મેળવી છે. એપ્રિલ અને મે મહિનાઓમાં કર વિભાગેને કુલ રૂ. 750 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જોકે આ કરપાત્ર આવકમાં પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વેહિકલ ટેક્સ સામેલ છે.
કર વિભાગને પ્રાપ્ત થયેલી આવકમાંથી પ્રોપર્ટી ટેક્સ રૂ. રૂ. 682 કરોડ, પ્રોફેશનલ ટેક્સ વસૂલાત રૂ. 35 કરોડ અને વેહિકલ ટેક્સની વસૂલાત રૂ. 32 કરોડની થઈ હતી.
શહેરમાં મધ્યમ ઝોનમાંથી કરની આવક રૂ. 107 કરોડ થઈ હતી, જ્યારે ઉત્તર ઝોન થકી કોર્પોરેશનને રૂ. 54 કરોડની અને દક્ષિણ ઝોન થકી કરની આવક રૂ. 54 કરોડની થઈ હતી, જ્યારે પૂર્વ ઝોન થકી રૂ. 53 કરોડ અને પશ્ચિમ ઝોનમાંથી રૂ. 185 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશનની કરરાહત યોજનાનો લાભ કુલ 4,96,324 લોકોએ લીધો હતો.