સેંકડો વિદ્યાર્થીઓ ભરતડકે ખુલ્લી સડક પર વિરોધ પર ઊતર્યાં, લાયબ્રેરીએ ફી…

અમદાવાદઃ હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યાં વિદ્યાર્થીઓ 41 ડિગ્રીના ખુલ્લા તડકામાં સડક પર ઊતરી પડે તેવો બનાવ બન્યો છે. અમદાવાદની જાણીતી એલ જે લાયબ્રેરી પાસે લગભગ દોઢસો વિદ્યાર્થીઓએ આમ કરવું પડ્યું હતું.એલ જે લાયબ્રેરીએ તેની ફીમાં ધરખમ વધારો કર્યો જેના કારણે વિદ્યાર્થીઓએ આ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. એમ જે લાયબ્રેરીએ તેની 200 રુપિયાની ફી વધારીને 1000 રુપિયા કરી દીધી છે. આ ફી વધારો બૂક રીન્યૂ કરવાને લઇને કરાયો હતો, જેને લઈને વિદ્યાર્થીઓએ ખુલ્લા તડકામાં ભરબપોરે ધરણાં આદર્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]