લીગલવિઝ.ઈન દ્વારા કોન્સેન્ટ્રીક પાસેથી રૂ.3.8 કરોડનું ફંડિંગ પ્રાપ્ત

અમદાવાદઃ ગુજરાતની અગ્રણી લીગલટેક ફર્મ લીગલવિઝાઈન દ્વારા ઘોષણા કરાઈ છે કે તેણે કોન્સેન્ટ્રીક આઈટી સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી રૂ. ૩.8 કરોડનું ફંડિંગ પ્રાપ્ત કર્યું છે. એપ્રિલ 2016માં શરૂ થયા પછીથી સ્ટાર્ટ અપ્સ અને એસએમઈને ધ્યાનમાં રાખીને લીગલવિઝ.ઈન લીગલ, ફાઈનાન્સિયલ, કોર્પોરેટ અને ટેક્સેશન કપ્લાયન્સીસ માટે તેમને સક્ષમ બનાવે છે, મજબૂત ટેકનોલોજી બેકબોનથી સક્ષમ રહીને પ્રક્રિયાનું દરેક કદમ કાર્યદક્ષતા સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન થાય છે. આ સાથે તેમાં પારદર્શિતા અને મહત્તમ મૂલ્યનો સમાવેશ પણ થાય છે. કોન્સેન્ટ્રીક એક અગ્રણી એન્ટરપ્રાઈઝ કન્ટેન્ટ મેનેજમેન્ટ કંપની છે. શરૂઆતથી, આ ફર્મ વિશ્વભરના ક્લાયન્ટ્સની જરૂરિયાતો સંતોષવા માટે પોર્ટલ અને ઈસીએમ સોલ્યુશન્સ આપે છે.

(ડાબે) શ્રીજય શેઠ, (જમણે) ગૌરવ બારોટ

આ પ્રસંગે લીગલવિઝાઈનના સ્થાપક શ્રીજય શેઠે કહ્યું છે, ‘કોન્સેન્ટ્રીક તરફથી ફંડિંગ પ્રાપ્ત કરવાથી અમે રોમાંચિત છીએ કેમકે તે લીગલવિઝ.ઈનને ઓપ્ટિમાઈઝ કરવામાં મદદ કરશે અને તેના પર્ફોર્મન્સ અને મૂલ્યો માટે નવા માર્ગો ખોલશે. અમારા સરળ-કિફાયત-પારદર્શક ફાઉન્ડિંગ મૂળમંત્ર કોન્સેન્ટ્રીકની સિદ્ધ વિશેષજ્ઞતાને અનુકૂળ છે. જેથી અમે ઉત્તમ કસ્ટમર અનુભવ અને યુઝર અનુભવ આપી શકીશું. તેનાથી લીગલટેક માર્કેટમાં અમને ટેક્નોલોજીને સામેલ કરવામાં મદદ મળશે. નવી સેવાઓ અને એસએએએસ પ્રોડક્ટ્સ ઓફર કરતા, લીગલવિઝ.ઈન ક્લાયન્ટ્સ તેમના ટેક્સેશન, કમ્પ્લાયન્સીસ અને અન્ય બિઝનેસ સંબંધિત પ્રક્રિયાઓના સંચાલન માટે ટૂલ ઉપલબ્ધ કરાવશે. ઓટોમેટેડ બિઝનેસ ઓપરેરાન્સ અને નવી પ્રોડક્ટ અમને ક્લાયન્ટ્સને વેલ્યુએડેડ કસ્ટમાઈઝ્ડ સેવાઓ ઓફર કરવાની તક આપશે.’

આ સંબંધ વિશે જણાવતા કોન્સેન્ટ્રીકના સીઈઓ ગૌરવ બારોટે કહ્યું, “કોન્સેન્ટ્રીક આ રિલેશનશીપમાં ઈન્વેસ્ટર અને ટેક્નીકલ ડેવેલપમેન્ટ પાર્ટનર તરીકે રહેશે. અમારી સિદ્ધ વિશેષજ્ઞતા કે જે ઓટોમેટિંગ બિઝનેસ ઓપરેશન્સ માટે છે તે લીગલવિઝ.ઈન માટે કાર્યદક્ષતાને વેગ આપવા, કસ્ટમર ઓનલોડિંગ તથા કસ્ટમર અનુભવ માટે મદદરૂપ બનશે. કોન્સેન્ટ્રીકનો હેતુ અમારી ઓફરિંગ્સને વધારવાનો છે અને સાથે તેમાં ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટમેન્ટ અને મેન્ટરીંગ, ઘરેલુ પ્રોડક્ટ અને ટેક્નીકલ પાર્ટનરશીપ અમારા હાલના ઈસીએમ અને પોર્ટલ ડેવેલપમેન્ટ સર્વિસિઝ સાથે આપવાનો છે. આથી જે પરિણામો આવશે તેનાથી અમારા ‘બિઝનેસ પ્રોફેશનલ સર્વિસિઝ’ના વર્ટિકલ નોલેજમાં સુધારો પણ થશે અને તે અમારા પ્રોડક્ટ ડેવેલપમેન્ટ અનુભવને પણ વધુ ભરપૂર બનાવશે. અમને આ રોકાણથી ખૂબ આશા છે કેમકે લીગલવિઝ.ઈનનો ગ્રાહકલક્ષી અપ્રોચ અને તે માટેની સરળતા તેમાં રહેલી છે. આ ઉપરાંત મહત્તમ માર્કેટ સંભાવનાઓ પણ આ સાહસ માટે અમને વધુ આત્મવિશ્વાસ અપાવે છે.’

ગૌરવ બારોટ તેમના ટેકનોલોજી બિલ્ડઆઉટમાં સક્રિય ઈન્વોલ્વમેન્ટ સાથે અપેક્ષિત ટેક્નીકલ એક્સપર્ટાઈઝ સામેલ કરશે, જે તેમણે વૈશ્વિક સ્તરના ટેક્નોલોજી ફર્સ્ટ વેન્ચર્સ સાથે કામ કરીને પ્રાપ્ત કરેલ છે.