બર્થડે-ગર્લઃ 2021માં આવશે દીપિકાની આ મોટી ફિલ્મો

વી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીની બહુ સફળ અભિનેત્રી છે. દીપિકાએ વર્ષ 2007માં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ લીડ એક્ટ્રેસ બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે શાહરુખ ખાન સાથે આવી હતી. આ ફિલ્મ પછી તેણે અનેક બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.  

કબીર ખાનની ફિલ્મ ‘83’ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પણ આશા છે કે ફિલ્મ આ વર્ષે મોટા પડદે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકા કરી રહી છે, જ્યારે એનો પતિ રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવવાનો છે.

શકુન બત્રાની આગામી ફિલ્મમાં દીપિકા સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે આવશે આ ફિલ્મમાં ત્રણે વચ્ચે સારો તાલમેલ છે. જોઈએ આ ફિલ્મમાં ત્રણે શું કમાલ કરે છે?

દીપિકા ‘પઠાન’ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે સ્ક્રીન શેર કરશે. આ પહેલાં તે શાહરુખ સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ સહિત અનેક ફિલ્મો કરી ચૂકી છે. ‘પઠાન’ ફિલ્મના સીન્સ વિદેશોમાં શૂટ કરવામાં આવ્યા છે.

નાગ અશ્વિનની ફિલ્મમાં દીપિકા મહાનાયક અમિતાભ બચ્ચન અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે નજરે ચઢશે. આ ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ છે.રોબર્ટ ડી નીરોની ઉમદા ફિલ્મ ‘ધ રિટર્ન’ની રિમેકમાં દીપિકા નજરે ચઢશે. આ ઉપરાંત  દીપિકા ફિલ્મમેકર મધુ મંટેનાની એક માઇથોલોજિકલ ફિલ્મ પણ કરી રહી છે. આ ફિલ્મમાં દીપિકા દ્રૌપદીની ભૂમિકા નિભાવશે, જે ‘મહાભારત’ પર આધારિત હશે. આ ફિલ્મ દિવાળી 2021માં રિલીઝ થશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]