ડિસેમ્બરમાં Fastagથી ટોલની વસૂલાતમાં 200 કરોડનો વધારો

નવી દિલ્હીઃ ડિસેમ્બર, 2020ની Fastags ટોલની વસૂલાત રૂ. 2303.79 કરોડે પહોંચી છે, જે આગલા મહિનાની તુલનાએ રૂ. 201 કરોડ વધુ છે, એમ એનએચએઆઇએ જણાવ્યું હતું. આ રીતે Fastagsના માધ્યમથી ટોલના ટ્રાન્ઝેક્શનમાં ડિસેમ્બર, 2020માં રૂ. 1.35 કરોડનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.

સરકાર દ્વારા એક જાન્યુઆરી, 2021માં Fastags ફરજિયાત કર્યા બાદ આવકમાં વધારો થયો છો. જોકે લોકોને અસુવિધા ના થાય એ માટે સરકારે નેશનલ હાઇવે પર 15 ફેબ્રુઆરી સુધી હાઇબ્રિડ લેનની (એટલે કે Fastagની રોકડથી ચુકવણી) મંજૂરી આપી છે.  ડિસેમ્બરમાં Fastags દ્વારા ટોલ વસૂલાત નવેમ્બર, 2020ના રૂ. 2102 કરોડથી રૂ. 201 કરોડ વધીને રૂ. 2303.79 કરોડ થઈ છે. જોકે Fastagsના માધ્મથી માસિક ટ્રાન્ઝેક્શન ડિસેમ્બરમાં રૂ. 1.35 કરોડનો વધારો થયો છે.

ડિસેમ્બરમાં Fastagsના માધ્યમથી 13.84 કરોડના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જે નવેમ્બર, 2020માં 12.48 કરોડના ટ્રાન્ઝેક્શનની તુલનામાં 10.83 ટકા વધુ છે. આ જ રીતે Fastags યુઝર્સની સંખ્યા 2.30 કરોડથી વધુ નોંધાયા છે, જે ટોલની વસૂલાતમાં 75 ટકાનું યોગદાન આપે છે. એનએચએઆઇના અથાગ પ્રયાસોને લીધે હાઇવેયુઝર્સના ડિજિટલ પદ્ધતિ અપનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે. ઈ-ટોલિંગ 100 ટકા કરવા માટે 15 ફેબ્રુઆરી, 2021થી બધી ટોલ ચુકવણી Fastagsના માધ્યમથી કરવામાં આવશે.