અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી..

રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ આવ્યાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા વડોદરા એરપોર્ટ સહિત દેશના 40 એરપોર્ટમાં ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે આજે ફરી એક વખત અમદાવાદના એરપોર્ટ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી.

દેશમાં થોડા સમય પહેલા જ કેટલાક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતા. જેમાં વડોદરા એરપોર્ટને પણ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. આ ઘટના 6 દિવસ બાદ એટલે કે આજે ફરી એક વખત અમદાવાદ એરપોર્ટને ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભર્યો મેઈલ મળતાની સાથે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. CISFની ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટને 6 મહિનામાં ત્રીજીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઈલ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં દર 10થી 15 દિવસે ઈ-મેઇલ દ્વારા દેશનાં વિવિધ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. જો કે ઈ-મેઇલ દ્વારા મળતી ધમકી તપાસના અંતે ખોટી સાબિત થઈ રહી છે. આ પહેલાં ગત 12 મે, 2024ના રોજ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અગાઉ લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની 25ની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળવાનો સિલસિલો દિલ્હીથી શરૂ થયો છે. જ્યાં એક સાથે એકા એક 100 જેટલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.