દીપજ્યોતિ પરબ્રહ્મઃ ગુજરાતે દીપવંદના સાથે કર્યો સંકલ્પ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રુપી અંધકારને દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું.

ત્યારે ગુજરાતમાં પણ લોકોએ પોતાના આંગણામાં, અગાશી અન ધાબા પર આજે રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિપ પ્રજ્વલીત કરી કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા માટે દિપ પ્રજ્વલીત કર્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી, વડાપ્રધાન મોદીના માતા હિરા બા, અને મોરારી બાપુ સહિત ગુજરાતની તમામ જનતાએ આજે દિપ જ્યોતિ પ્રજ્વલિત કરીને દિપ જ્યોતિમાંથી નિકળતી અતી પવિત્ર ઉર્જા દ્વારા કોરોનાની આ મહામારીને નાથવાનો પ્રયત્ન કર્યો હતો.

હકીકતમાં આ એક વૈદિક પરંપરા છે, શાસ્ત્રો અનુસાર જ્યારે તમે દિવો પ્રગટાવો છો, ત્યારે તે દિવામાંથી નિકળતી ઉર્જા તમારા ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મકતાને દૂર કરે છે. અને એટલા માટે ભારતમાં જે કોરોના રુપી નકારાત્મકતા વ્યાપ્ત છે, તેને દિપ જ્યોતિમાંથી નિકળતી ઉર્જા દ્વારા નાથવાનો આ એક વૈદિક પ્રયત્ન છે કે જેને ગુજરાતીઓએ ખુબ હર્ષ પૂર્વક કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]