કોરોના સામે દેશવાસીઓનો દીપ પ્રગટાવી દ્રઢ સંકલ્પ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ આજે રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી ઘરોની લાઇટ બંધ કરવાની અપીલ કરી હતી અને બાલ્કની અથવા દરવાજા પર દીવો, કેન્ડલ અથવા મોબાઇલ લાઇટ શરૂ કરવા માટે આહવાન કર્યું હતું. દેશવાસીઓએ તેમના સંકલ્પને્ વધુ મજબૂત કર્યો હતો. દેશવાસીઓએ દીપ પ્રગટાવીને વડા પ્રધાનને સંદેશ આપ્યો હતો કે કોરોના સામેની લડાઈમાં અમે તમારી સાથે છે.  વડા પ્રધાનના સંકલ્પને લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. દેશભરમાં દિવાળી જેવો માહોલ હતો.

દેશવાસીઓએ રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી ઘરની લાઇટ બંધ રાખીને મીણબત્તી અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. દેશવાસીઓએ આ દીપ પ્રગટાવતાં શંખનાદ સાથે ભારત માતાની જય અને વંદે માતરમનો સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત દેશમાં લોકોએ અનેક જગ્યાએ ફટાકડા પણ ફોડ્યા હતા.

 

  કોરોના સામેના જંગમાં સૌ સાથે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકલ્પને દ્રઢ કરવા માટે દીપ પ્રગટાવ્યો હતો. ગાંધીનગરમાં વડા પ્રધાનનાં માતા હીરા બાએ પણ ઘરની બહાર આવીને દીપ પ્રગટાવ્યો હતો. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ,  લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ િબરલા, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ જયશંકર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર  સહિત યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યરાજ, બાબા રામદેવ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ દીપ પ્રાગટ્ય કર્યું હતું.  વડા પ્રધાને અપીલ કરી હતી કે દીપ પ્રાગટ્ય સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહ્યું હતું, જેનું લોકોએ સંપૂર્ણ પાલન કર્યું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત કેન્દ્રીય પ્રધાનો, અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો, ડોક્ટરો, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, નાણાપ્રધાન નીતિન પટેલ, મોરાપિ બાપુ સહિત અનેક મહાનુભાવોએ દીપ પાગટ્ય કર્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન સહિત અનેક ફિલ્મ કલાકારોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.

કોરોના સામે દેશભરમાં દીપ પ્રાગટ્ય

દેશમાં કોરોના સામે જંગમાં ડોક્ટરો, નર્સ, પોલીસ, આર્મી અને સફાઈ કામદારોને ટેકો આપવા માટે પણ દીપ પ્રગટાવ્યો હતો. તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આ જંગમાં એકલા નથી પણ દેશવાસીઓ પણ ઘરે રહીને તેમની સાથે જંગમાં સાથ આપી રહ્યા છે. દિલ્હી, મુંબઈ, લખનૌ, નાગપુર, કોલકાતા, સહિત અનેક નાનાં-મોટાં શહેરોમાં ઉત્સાહનો માહોલ હતો. વડા પ્રધાને દેશવાસીઓને માત્ર નવ મિનિટ દીવો પ્રગટાવ્વા આહ્વાન કર્યું હતું, પણ લોકોએ 30 મિનિટ સુધી દીપ પ્રગટાવીને તેમને જબરજસ્ત સમર્થન કર્યું હતું.