ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘વિશ્વ પૃથ્વી દિવસ’ નિમિત્તે ખાસ વેબિનાર

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટી દ્વારા 22 એપ્રિલના ‘વિશ્વ પૃથ્વી દિવસ’ નિમિત્તે ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ ખાતે જીઓલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.પારસ એમ. સોલંકીએ ‘રિસ્ટોર ધ અર્થ’ અંતર્ગત મહત્ત્વની જાણકારી આપી હતી.

1970ની સાલથી દર વર્ષે 22 એપ્રિલે ‘અર્થ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘રિસ્ટોર ધ અર્થ’ હતી.

ડો. સોલંકીએ ‘વર્લ્ડ અર્થ ડે’ નિમિતે ઇકો ફ્રેંડલી પ્રેક્ટિસ દ્વારા મધર અર્થના સંવર્ધન માટે પ્રતિજ્ઞા લેવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, ‘આપણા આજના અસરકારક પ્રયત્નો ભવિષ્ય માટે પર્યાવરણ સંવર્ધન માટે ઉપયોગી નીવડશે.’  સ્વછતા જાળવી હરિયાળી રાખવા ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.

વેબીનારના અંતમાં તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, ખોરાકનો બગાડ અટકાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનું જણાવ્યું હતું.