કબીર રેસ્ટોરાંમાં મસાલા પાપડમાં જીવતો વંદો નીકળ્યો

અમદાવાદઃ ડ્રાઇવઇન રોડ પર આવેલી કબીર રેસ્ટોરાંની બેદરકારી સામે આવી છે. કબીર રેસ્ટોરાંમાંથી મસાલા પાપડમાં વંદો નીકળ્યો હતો. આ ઘટનાને પગલે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો છે. આ રેસ્ટોરાંમાં જમવા ગયેલા ગ્રાહકે આ મસાલા વિડિયોનો વાઇરલ કર્યો છે. આ રેસ્ટોરાંશરૂઆતના ઓર્ડરમાં જ વંદો નીકળતા જમ્યા વિના જ ગ્રાહક પરત ગયા હતા.

અમદાવાદના ડ્રાઈવઇન રોડ પર આવેલી કબીર રેસ્ટોરાંમાં મસલા પાપડમાંથી જીવતો વંદો નીકળતા ગ્રાહક ચોંકી ઊઠ્યો હતો. કબીર રેસ્ટોરાંમાં જમવા આવેલા ગ્રાહકે જમવાના ઓર્ડરની સાથે મસાલા પાપડનો પણ ઓર્ડર આપ્યો હતો. મસાલા પાપડ જ્યારે ગ્રાહકના ટેબલ પર આવ્યો ત્યારે તેમાથી જીવતો વંદો નીકળ્યો હતો. આ અંગે ગ્રાહકે કબીર રેસ્ટોરાંના માલિકને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે આ મામલે કાંઈ પણ કહેવાને બદલે મૌન ધારણ કરી લીધું હતું.

ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો. AMCના હેલ્થ વિભાગે, કબrર રેસ્ટોરાંમાં તપાસ કરતા તળેલા અને શેકેલા પાપડ પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. શાક બનાવવા માટે વપરાતા શાકભાજી પણ ખુલ્લામાં કાપેલા મળી આવ્યા હતા. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે કબીર રેસ્ટોરાંને રૂ. 20,000નો દંડ ફટકાર્યો હતો.