માઇગ્રેટરી પ્રજાતિ પર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

ગાંધીનગરઃ આગામી 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓના સંમેલનની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ યોજાશે.

યજમાન તરીકે, ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983 થી સ્થળાંતરીત વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંમેલન પર હસ્તાક્ષર કરશે છે. ભારત સરકાર આ સ્થળાંતરીત દરિયાઈ જાતિઓ/પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરી છે જે માટે સાત જાતિઓ જેમકે ડુગોંગ, વ્હેલ શાર્ક, સમુદ્રી કાચબો (બે પ્રજાતિઓ)ની ઓળખ કરાઇ છે.

કેન્દ્રીય પર્યાવરણમંત્રી દ્વારા કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે “સીએમએસ સીઓપી-13ની મેજબાનીએ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 17 ફેબ્રુઆરી 2020 ને સોમવારે સીએમએસ સીઓપી 13નું ઉદઘાટન કરશે. 130 દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ સીઓપીમાં ભાગ લેશે.”

15 અને 16 મી ફેબ્રુઆરીએ, પૂર્વ-સીઓપી બેઠકો જેમાં સ્ટેકહોલ્ડર સંવાદ, ઉચ્ચ-સ્તરની સેગમેન્ટ મીટિંગ અને ચેમ્પિયન નાઇટ એવોર્ડ સહિતના સમારોહ યોજશે. સીઓપીનું ઉદઘાટન સમારોહ અને પૂર્ણ સત્ર 17 ફેબ્રુઆરીએ યોજાશે ત્યારબાદ 22 ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સુધી સાઇડ ઇવેન્ટ્સ અને વર્કિંગ ગ્રુપની બેઠકો થશે. આ સાથે જ, ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રદર્શન ક્ષેત્રમાં વન્યપ્રાણી સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રદર્શિત કરશે.