જાપાનથી બૂલેટ ટ્રેનનું ટ્રેક કન્સાઈનમેન્ટ આવી પહોંચ્યું, વહેલી સવારે વડોદરા રવાના

વડોદરાઃ મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેનની ગતિ પકડતી યોજનાનો સક્ષમ પુરાવો હાલમાં સામે આવી રહ્યો છે. તસવીરમાં આપ જે જોઇ રહ્યાં છો તે છે મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેનના બાંધકામમાં વપરાનાર 250 ટન વજનવાળા 20 સ્લીપર સ્લેબ ટ્રેકનું પ્રથમ કન્સાઈનમેન્ટ છે. અને આ કન્સાઈન્મેન્ટ જાપાનથી મુંબઈ પોર્ટ આવી પહોંચ્યું હતું.આ સ્લીપર સ્લેપ ટ્રેક કન્સાઈન્મેન્ટને મુંબઈ પોર્ટ પરથી વડોદરા લાવવામાં આવી રહ્યું છે.

આપને જણાવીએ કે આ પ્રોજેક્ટને નરેન્દ્ર મોદીના સૌથી મોટા પ્રોજેક્ટરુપે જોવામાં આવે છે. 2017માં 13 સપ્ટેમ્બરે જાપાની વડાપ્રધાન શિંઝો આબે અને વડાપ્રધાન મોદી અમદાવાદ આવીને બૂલેટ ટ્રેન પ્રોજક્ટનું ખાતમુર્હુત કરી ગયાં હતાં.  મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની આ પ્રથમ બૂલેટ ટ્રેન હશે અને આગામી 5 વર્ષમાં શરુ કરવાનું આયોજન છે.આ સ્લેબ જેમાં વપરાનાર છે તે મહારાષ્ટ્રમાં 156 અને ગુજરાતમાં 351 કિલોમીટર લાંબો રુટ છે. જેમાં 21 કિલોમીટર લાંબી ટનલ બનશે અને તેમાંથી 7 કિલોમીટરની ટનલ દરીયાના પેટાળમાં રહેવાની છે. આ સ્લેબ્સ પર દોડનારી બૂલેટ બે કલાક 07 મિનિટમાં મુંબઈ પહોંચાડી દેશે જેની મહત્તમ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. તમામ સ્ટેશન પર ઊભાં રહ્યાં બાદ પણ બે કલાક 58 મિનિટ મુસાફરી સમય હશે.ઉલ્લેખનીય છે કે બૂલેટ ટ્રેનના સુચારુ સંચાલન માટે જાપાનની કંપનીના સહયોગમાં વડોદરામાં હાઈસ્પીડ રેલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પણ ખોલવામાં આવશે, જે આશરે 4000 કર્મીને ઓપરેશન્સ અને મેન્ટેનન્સની તાલીમ અપાશે.વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું યોગાનુયોગે સીએમ રુપાણી અન કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે બૂલેટ ટ્રેનના આ સ્લેબ આવી પહોંચતાં યાદગાર બની રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]