અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉત્તરવહી કાંડ મામલે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સની સિંહની ધરપકડ થઈ ચૂકી છે. 11 જુલાઈએ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી. પોલીસની કડક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ઉત્તરવહી કાંડમાં આરોપીઓ સની અને અમિત વિદ્યાર્થી પાસે પેન્સિલથી હેશ કરેલ નિશાની કરાવતા હતા, તો બીજી તરફ ઉત્તરવહીમાં આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન પણ કરાવતા હતા. ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી 11 જુલાઈએ યુનિવર્સિટી ઉત્તરવહી ગુમ થઈ હતી. મુખ્ય આરોપી રાતના સમયે જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા હતા. આ વિદ્યાર્થીઓના પહેલાં મોબાઈલ બંધ કરાવી દેતા ત્યાર પછી તેમને આંખે પાટા બાંધીને એ મકાનમાં લઈ જતા હતા, જેમાં પેપર લખવાનું હોય ત્યાં પહોંચીને તેઓ પેપર લખાવતા હતા. આરોપીઓ સોશિયલ મિડિયા મારફતે વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર સતત આ પ્રકારના વિદ્યાર્થીઓનો સંપર્ક સાધતા હતા. સન્ની અને અમિત અસેમેન્ટ સેંટર પરના પ્યુનને એક લિસ્ટ આપતા હતા. પટાવાળો લિસ્ટ મળતાની સાથે જ ડીલ થયેલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ આપતો હતો. આ ઉત્તરવહીઓને એસેસમેન્ટ સેન્ટરમાં પાછી મૂકી દેવામાં આવતી હતી. આ કામ પેટે એક વિદ્યાર્થી પાસેથી રૂ. 50, 000થી વધારે વસૂલવામાં આવતા હતા.
,