રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર ખાતે ઉદબોધન

અમદાવાદ: અદાણી વિદ્યામંદિર (AVM) પરિસર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ. તેમણે વિદ્યાર્થીઓમાં ધૈર્ય, મૂલ્યો અને આશાવાદનો સંદેશ વહેતો મૂક્યો. અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી અને ટ્રસ્ટી શિલિન અદાણી દ્વારા રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર અને પરંપરાગત સમારોહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.રાજ્યપાલે તેમના સંબોધનમાં બાળકોને કહ્યું, “જે બાળકો નાનપણથી જ સખત મહેનત કરે છે, દુર્ગુણોથી મુક્ત રહે છે અને આગળ વધવાનું નક્કી કરે છે તેમને દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી. આવા બાળકો માટે હંમેશા નવા દરવાજાઓ ખુલે છે.” તેમણે બાળકોને સાદગી અને જવાબદારી સાથે જીવવા હાંકલ કરી. સાથે જ સ્વસ્થ આહાર, પ્રમાણિકતા અને શંકા, શરમ કે ભય લાવતી પ્રવૃત્તિઓ ટાળવા પ્રોત્સાહિત કર્યા.રાજ્યપાલની આ મુલાકાત AVMAની ચેન્જમેકર શ્રેણીનો એક ભાગ હતી. જે નિયમિતપણે એવા મહાનુભાવોને આમંત્રિત કરે જેનાથી વિદ્યાર્થીઓને જીવનમાં નવી પ્રેરણા મળે છે. તાજેતરના વર્ષોમાં શાળામાં નિશ્ચલ નારાયણ (ગણિત પ્રતિભા, ભારતના સૌથી નાના C.A., જૂન 2024), જોન અબ્રાહમ (અભિનેતા, નિર્માતા અને સામાજિક કાર્યકર, એપ્રિલ 2024), નિલેશ દેસાઈ (નિર્દેશક – SAC/ISRO, જુલાઈ 2023), સિન્થિયા મેકકેફ્રી (કન્ટ્રી હેડ, યુનિસેફ, જુલાઈ 2023) અને સફીન હસન (ભારતના સૌથી નાના IPS અધિકારી, ડિસેમ્બર 2022)જેવી પ્રતિભાઓએ બાળકોને માર્ગદર્શન કર્યું છે. 2008માં સ્થાપિત AVM જરૂરિયાતમંદ બાળકોને સર્વાંગી શિક્ષણ પૂરું પાડે છે. જેમાં ટ્યુશન, પુસ્તકો, ગણવેશ, ભોજન અને અભ્યાસેતર તકોનો સમાવેશ થાય છે. તે આશાનું કિરણ બનીને શૈક્ષણિક શ્રેષ્ઠતાને નૈતિકતા, શિસ્ત અને સામાજિક જવાબદારી સાથે સંરેખિત કરે છે. અદાણી ફાઉન્ડેશન આવી 4 અદાણી વિદ્યામંદિર શાળાઓ ચલાવે છે. ગુજરાતના અમદાવાદ અને ભદ્રેશ્વર, આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ અને છત્તીસગઢના સુરગુજાનો તેમાં સમાવેશ થાય છે.