લોયાધામમાં શ્રી મુક્ત મુનિ શતાબ્દી મહોત્સવનું આયોજન

સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાત, દેશ-દુનિયામાં વસતા હરિભક્તો માટે એક મોટાં સમાચાર સામે આવ્યા છે. ઝાલાવાડના સાયલા પંથકમાં ઐતિહાસીક લોયાધામ આવેલુ છે. જ્યાં આગામી ૨૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેમાં સમગ્ર ઝાલાવાડ, ગુજરાત, ભારત નહી પરંતુ યુએસ, કેનેડા સહિતના ૧૨ દેશોમાં હરીભકતો ઉપસ્થિત રહેવાના છે. મહોત્સવ દરમિયાન સંત-મહાત્માઓના ધાર્મિક પ્રવચનો, ભજન-કીર્તન, યજ્ઞવિધિ અને પૂજા-અર્ચના જેવા કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગ માટે ૫૦ વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયુ છે. જે બાળકો, યુવાઓ અને વડીલો માટે આકર્ષણરૂપ બની રહેશે. રવિવારે 21મી ડિસેમ્બરના રોજ 5 કીમી લાંબી શોભાયાત્રા યોજાશે.ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા તાલુકામાં આવેલ લોયાધામ એ ભગવાન સ્વામીનારાયણના પગલા થયેલ ભૂમિ છે. આ ભૂમિ પર ભગવાને રંગોત્સવ કર્યો, શાકોત્સવ કર્યો, વચનામૃત પ્રબોધી જ્ઞાનોત્સવ કર્યો, સહજાનંદ સ્વામીએ માણકીની અસવારીનો સંકલ્પ કર્યો છે તે સ્થળ પર આજે ૧૧૫ ફૂટ ઉંચુ સંપ્રદાયનું પ્રથમ ભવ્ય મંદિર બની રહ્યુ છે. જે ભૂમિ ભગવાન સ્વામીનારાયણની આટ આટલી ઐતિહાસિક અલૌકીક લીલાની સાક્ષી બની છે.૨૧ થી ૩૧ ડિસેમ્બર દરમીયાન લોયાધામમાં મુકતમુની મહોત્સવ અને લોયાધામની લીલા મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં રવિવારના રોજ બપોરે ૩ કલાકેથી પ કીમી લાંબી શોભાયાત્રા યોજાશે. સુવર્ણ નૌકાઓના નવ ટેબ્લો 3૧ ફૂટ લાંબી શોભાયાત્રામાં હશે. મુક્તમુની મહોત્સવ સદગુરૂ શતાબ્દી મહોત્સવના અધ્યક્ષ ગાંધીનગરના હરીપ્રકાશ સ્વામી અને લોયાધામની લીલા ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી તેમના મધુર કંઠે રજુ કરશે. કથા દરમિયાન ભારત ઉપરાંત યુએસ, કેનેડા સહિત ૧૨ દેશોમાંથી હરીભકતો ઉમટી પડનાર છે. જેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા લોયાધામ ખાતે કરાઈ છે. જેના માટે અલાયદુ ટેન્ટનું ગામ બનાવાયુ છે.
૫૦ વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન

સમગ્ર મહોત્સવ દરમીયાન ૩૦ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી ૫૦ વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયુ છે. જેમાં કલાકૃતિ મંડિત મુખ્ય પ્રવેશ સાંપ્રદાયિક પ્રસંગો, રામાયણ-મહાભારતના પૌરાણિક પ્રસંગો, મહાપુરૂષોની મહાગાથાના ચલચિત્ર દ્વારા રજૂઆત, સંગીત સાથે રોશનીનો ઝગમગાટ, બાળનગરી, ટેલીફિલ્મ શો, વ્યસનમુકિત કેમ્પ, વિજ્ઞાન મેળો, હોરર ગુફા, ફલાવર શો, સેલ્ફિ પોઈન્ટ, એન્જોય પાર્કમાં બાળકોથી લઈ વૃધ્ધો સુધીના આનંદ માણી શકશે.

સમગ્ર મહોત્સવની ટાઈમલાઈન

૨૧ થી ૩૧ ડિસેમ્બર સુધી દરરોજ સવારે ૯-૩૦ થી ૧૧ અને સાંજે ૪-૩૦ થી ૬-૦૦ સુધી લોયાધામની લીલા કથા મંડપમાં રજૂ કરાશે

દરરોજ સવારે ૧૧ થી ૧૧-૪૦ સુધી વ્યાખ્યાનમાળામાં વિવિધ મંદિરના સંતો પ્રવચન આપશે

તા. ૨૩-૧૨ના રોજ લોયાધામ શાકોત્સવ લીલા દર્શન, લોયાધામ લીલા ચિંતામણી ગ્રંથ વિમોચન યોજાશે

તા. ૨૪-૧૨ના રોજ ઠાકોરજીની સુવર્ણ તુલા, રાજોપચાર, અન્નકુટ, મહાઆરતી થશે

તા. ૨૫-૧૨ના રોજ મુક્તાનંદીય ગુરૂપરંપરાના સદગુરૂઓનું પૂજન

તા. ૨૬-૧૨ના રોજ મહિલા મંચ

તા. ૨૭-૧૨ને શનિવારે રકતદાન કેમ્પ યોજાશે

તા. ૨૮-૧૨ના રોજ પ્રસાદીક સ્થાન છત્રીનું ઉદઘાટન

તા. ૩૦-૧૨ ગુરૂજીનો ૫૦મો સુવર્ણ દીક્ષા મહોત્સવ

તા. ૧૩ ફેબ્રુઆરીએ ૧૦૮ સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવ અને ભવ્ય શાકોત્સવ યોજાશે

સાંસ્કૃતિક કાર્યક્રમો

તા. ૨૨ ડિસેમ્બર બાલ કિશોર મંચ

તા. ૨૩ ડિસેમ્બર વચનામૃત અને શિક્ષાપત્રીનું ભવ્ય પૂજન

તા. ૨૪ ડિસેમ્બર સાંસ્કૃતિક કાર્યક્રમો

તા. ૨૫ ડિસેમ્બર હાસ્યનો કાર્યક્રમ, કલાકાર હિતેશ અંટાળા

તા. ૨૬ ડિસેમ્બર દાદાગુરૂજીના શતાબ્દી પ્રાગટય પર્વ નિમિત્તે પૂજન, નૃત્ય નાટિકા

તા. ૨૭ ડિસેમ્બર મુકતમુની ચરીત્ર ચિંતામણી ગ્રંથ વીમોચન અને ભવ્ય ડ્રોન શો

તા. ૨૮ ડિસેમ્બર પ્રવેશદ્વાર ઉદ્દઘાટન, અભિષેક મંડપ ઉદ્દઘાટન. નીલકંઠવર્ણી મહારાજ અનાવરણ

તા. ૨૯ ડિસેમ્બર ડાયરો, કલાકાર અભેસીંહ રાઠોડ અને ગોપાલ સાધુ