ગોવિંદાની પત્ની સુનિતાએ ડિવોર્સની અફવા પર આખરે તોડ્યું મૌન

બોલિવૂડ અભિનેતા ગોવિંદાના છૂટાછેડાની અફવાઓ સોશિયલ મીડિયા પર ભારે ફેલાઈ ગઈ છે. ગોવિંદા અને સુનિતા આહુજાના 37 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવ્યો હોવાના સમાચાર હતાં. અત્યાર સુધૂ બંને આ દાવાઓ પર મૌન હતાં. તેમના બાળકોએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ હવે આ મામલો આગની જેમ ફેલાતો જોઈને સુનિતા આહુજાએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે અને આ મામલાનું સત્ય દુનિયા સામે લાવ્યા છે. તેમનું નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને તે સાંભળ્યા પછી, વિવિધ અટકળો અને અનુમાન લગાવનારા લોકો ચૂપ થઈ જશે. સુનિતાએ બધા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તેમના નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગોવિંદાના વકીલે પુષ્ટિ આપી છે કે સુનિતાએ છ મહિના પહેલા અભિનેતાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. જોકે, હવે સુનિતા આહુજાના નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ દંપતી વચ્ચે કંઈ અયોગ્ય નથી અને બંને હજુ પણ સાથે છે. છૂટાછેડાની આ અટકળો વચ્ચે સુનિતા આહુજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અલગ થવાની કોઈપણ વાતને સંપૂર્ણપણે નકારી રહી છે. ક્લિપમાં તેણીએ ભાર મુક્યો કે કોઈ પણ તેની અને ગોવિંદા વચ્ચે આવી શકે નહીં. તેણીએ કહ્યુ કે

સુનિતાએ સ્પષ્ટતા આપી

સુનિતાએ અગાઉ ખુલાસો કર્યો હતો કે તે અને ગોવિંદા અલગ ઘરમાં રહે છે, જેનાથી વૈવાહિક મુશ્કેલીઓની અફવાઓ ફેલાઈ હતી. તેણીએ એ પણ ખુલાસો કર્યો કે તે છેલ્લા 12 વર્ષથી એકલા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, જેનાથી અટકળો વધુ વેગ પામી. જોકે, વાયરલ વીડિયોમાં સુનિતાએ અલગ રહેવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે. તેણીએ જણાવ્યું કે ‘અલગ રહેવાનો અર્થ એ હતો કે જ્યારે તેમને રાજકારણમાં જોડાવાનું હતું, ત્યારે અમારી પુત્રી મોટી થઈ રહી હતી અને કાર્યકરો હંમેશા ઘરે આવતા હતા. તે અને હું ઘરમાં શોર્ટ્સ પહેરીને આરામથી ફરતા હોય તે સારું ના લાગે. એટલા માટે અમે સામે જ એક ઓફિસ લીધી.આ દુનિયામાં કોઈ માઈ કા લાલ હોય તો સામે આવી જે મને અને ગોવિંદાને અલગ કરી શકે છે.