રસ્તા પર નમાજ પર સરકારનો પ્રતિબંધનો નિર્ણય યોગ્યઃ CM યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશના CM અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે રસ્તાઓ પર નમાજ કરવા પર પ્રતિબંધ લગાવનારા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે જણાવ્યું કે મહાકુંભ દરમ્યાન પ્રયાગરાજ આવેલા શ્રદ્ધાળુઓ પાસેથી શિસ્ત શીખવી જોઈએ. રસ્તાઓ ચાલવા માટે હોય છે. આવું કરવાવાળા લોકોએ હિન્દુઓથી શિસ્ત શીખવી જોઈએ.

CM યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રયાગરાજમાં 66 કરોડ લોકો આવ્યા હતા. મહાકુંભમાં ચોરી નહીં થઈ, કોઈ ગ લાગવાની દુર્ઘટના નહોતી બની કે કોઈ છેડતી  નહીં થઈ, કોઈ તોડફોડ નહીં થઈ, કોઈ અપહરણ નહીં થયું, આ શિસ્ત છે અને  એ ધાર્મિક શિસ્ત છે.

મહાકુંભમાં શ્રદ્ધાળુઓ વિશે તેમણે કહ્યું હતું કે આ શ્રદ્ધાળુઓ શાંતિથી આવ્યા, મહાસ્નાનમાં ભાગ લીધો અને પછી પોતાના ઘરે ગયા. તહેવાર અને ઉત્સવ અથવા આવા કોઈ પણ કાર્યક્રમોના આયોજનો ગેરશિસ્તનું માધ્યમ ન બનવા જોઈએ. જો સુવિધા જોઈએ છે, તો તેમણે શિસ્તનું પાલન કરવાની પણ જરૂર છે.

તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં રોજગાર માટે નવી તકો સર્જાઈ રહી છે, નોકરીઓ મળી રહી છે, જે લોકો તેમના સંકિર્ણ રાજકીય હિતોને કારણે આ ભાષા વિવાદ ઊભો કરી રહ્યા છે, તેઓ પોતાના રાજકીય ઉદ્દેશોને પૂરો કરી શકે છે, પરંતુ તે યુવાનોની રોજગારીમાં હુમલો કરી રહ્યા છે.

CM યોગી એ આ પહેલાની રાજ્ય સરકારી ટીકા કરતાં  કહ્યું હતું કે તેમના દુર્શાસને  રાજ્યને પાછળ ધકેલી દીધું. આ એ પડકાર છે, જે તે પાર્ટીઓના શોષણનું પરિણામ છે. તેમના દુઃશાસનને પરિણામે રાજ્ય દરેક ક્ષેત્રમાં પાછળ રહી ગયું છે.