ઓડિશા: ભદ્રક જિલ્લામાં મંગળવારે એક ચાલતી ટ્રેન પર અજાણ્યા શખ્સો દ્વારા કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. GRPએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચંપા સ્ટેશન પાસે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ નંદન કાનન એક્સપ્રેસને સુરક્ષિત કરી અને તેને પુરી લઈ ગયા. હવે GRP દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 12816 આનંદ વિહાર-પુરી નંદન કાનન એક્સપ્રેસના ગાર્ડે આ ઘટનાની જાણ કરી હતી. ગાર્ડે જણાવ્યું કે, ગાર્ડ વાનની બારી પર કોઈ વસ્તુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.ઓડિશામાં નંદનકનન એક્સપ્રેસ પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરાયો છે. ઘટના મંગળવાર સવારે 9:25 કલાકે બની હતી. આ ઘટના બની ત્યારે ટ્રેન ચંપા રેલવે સ્ટેશનથી રવાના થઈ રહી હતી. ટ્રેન મેનેજરની ફરિયાદ મળ્યા બાદ ભદ્રક GRPએ તપાસ શરૂ કરી છે. આ ગોળીબાર ગાર્ડના વાન કમ્પાર્ટમેન્ટ તરફ કરવામાં આવ્યો હતો, જેમાં કોઈ પેસેન્જર માટે બેસવાની જગ્યા નહોતી. ગોળીબાર કોણે કર્યો અને તેનો હેતુ શું હતો તે અંગે અધિકારીઓ હજુ તપાસ કરી રહ્યા છે.