મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનો સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આજે રિસ્ટોર કરવામાં આવ્યો છે. તે ગઈ કાલે હેક કરવામાં આવ્યો હતો. ગઈ કાલે જ તેણે મુંબઈ પોલીસના સાઈબર વિભાગમાં એફઆઈઆર નોંધાવી હતી.
આજે એકાઉન્ટ રિસ્ટોર થયા બાદ ઉર્મિલાએ ઝડપથી પગલું ભરવા બદલ બપોરે ઈન્સ્ટાગ્રામ પર જ મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો. જોકે એણે એવી ફરિયાદ કરી છે કે તેનાં એકાઉન્ટમાંથી તેની અમુક પોસ્ટ હજી પણ ગાયબ છે.
And I’m back on @instagram again 😁
Thank you @MumbaiPolice and @instagram for your quick support 🙏🏼🙏🏼 even though some of my posts are missing 😔 pic.twitter.com/5LCh2k04pk— Urmila Matondkar (@UrmilaMatondkar) December 17, 2020
ઉર્મિલાએ ગઈ કાલે મુંબઈ પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગનાં ડીસીપી રશ્મી કરંડીકરને મળીને એફઆઈઆર દસ્તાવેજ સુપરત કર્યો હતો.