મુંબઈ: જાણીતી અદાકાર અને બિગ બોસ ott 1 ફેમ ઉર્ફી જાવેદ તેના કપડાને લઈ અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. તો બીજી બાજુ લોકોનું ધ્યાન પોતાની બાજું આકર્ષીત કરવામાં ઉર્ફી કોઈ કસર બાકી રાખતી નથી. તો હવે ઉર્ફી જાવેદ ફરી એક વખત પોતાના નવા લૂકને લઈ ચર્ચાનું કેન્દ્ર બની છે. અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દુલ્હનના પોશાકમાં જોવા મળી રહી છે. ઘણા લોકો તેને આ લુકમાં જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, તો કેટલાક લોકો તેની સાદગી અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
તાજેતરમાં ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ઉર્ફી પરંપરાગત જાંબલી લહેંગામાં ખૂબ જ સુંદર લાગે છે. જાંબલી લહેંગા પર કાંસ્યનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે, ઉર્ફીએ સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરી છે. ઉર્ફી પર મોટો ચોકર સેટ અને લાંબા કાનની વીંટી ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ લુક સાથે ઉર્ફીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. ઉર્ફી ન્યૂડ ટોન મેકઅપ સાથે સ્મોકી આઈ લુકમાં ખૂબ જ મોહક લાગી રહી છે. જેમાં તેનો લુક કોઈ રાણીથી ઓછો નથી દેખાય રહ્યો. અભિનેત્રી આ પોષાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફીનો આ અનોખો લૂક જોઈ ચાહકોની પણ આશ્ચર્ય ચકીત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. આ આઉટફિટમાં તેણીને જોવી યુઝર્સ માટે કોઈ આઘાતથી ઓછી નથી. અભિનેત્રીનો લહેંગા જૂના જમાનાનો મુઘલાઈનો અનુભવ કરાવી રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, જે પેજ પર ઉર્ફી જાવેદનો આ લુક શેર કરવામાં આવ્યો છે તેમાં આ આઉટફિટની કિંમત પણ દર્શાવવામાં આવી છે. પોસ્ટ મુજબ, લહેંગાની કિંમત 6 લાખ 45 હજાર રૂપિયા છે. ખાસ વાત એ છે કે ઉર્ફી ઘણા શોમાં અનોખા પોશાક પહેરીને જોવા મળી છે.
