TV શો ‘ઉડાન’ની એક્ટ્રેસ કવિતા ચૌધરીનું નિધન

નવી દિલ્હીઃ TV ઇન્ડસ્ટ્રીમાં 80ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ કવિતા ચૌધરી (67)નું નિધન થયું છે. એક્ટ્રેસનું નિધન હાર્ટ એટેકથી થયું છે. એક્ટ્રેસ ‘ઉડાન’ સિરિયલમાં IPS અધિકારી કલ્યાણી સિંહની ભૂમિકા ભજવીને ઘેરેઘેર લોકપ્રિય થઈ હતી. તેઓ કેન્સરથી પીડિત હતાં. પીઢ અભિનેત્રીના અંતિમ સંસ્કાર 16 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે શિવપુરી-અમૃતસરમાં થયા હતા.

કવિતા ચૌધરી ટેલીવિઝન પીઢ અભિનેત્રીની સાથે એક નિર્માતા પણ હતાં. કવિતા ચૌધરીએ દૂરદર્શન પર આવતા ટેલિવિઝન સિરિયલ ઉડાનમાં IPS ઓફિસર કલ્યાણી સિંહનું પાત્ર ભજવ્યું હતું. કવિતા ચૌધરીએ બે ટેલીવિઝન શોનું નિર્માણ પણ કર્યું છે, જેમાં ‘યોર ઓનર’ અને ‘IPS ડાયરીઝ’નો સમાવેશ થાય છે.

કવિતા પોલીસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યની નાની બહેન હતી. આ સિવાય કવિતા ‘સર્ફ’ની જાહેરાતમાં પણ કામ કરીને ફેમસ થઈ ગઈ હતી. 1980ના દાયકાના અંતમાં રિલીઝ થયેલી આ જાહેરાતમાં તેણે ગૃહિણી લલિતા જીની ભૂમિકા ભજવી હતી. 1980ના દાયકાના અંતમાં જાહેરાતમાં ગૃહિણી લલિતા જીનું પાત્ર ભજવતા તે ભારતમાં HULની ‘સર્ફ’ ડિટર્જન્ટ કમર્શિયલનો પ્રખ્યાત ચહેરો પણ હતી.

‘ઉડાન’ સિરિયલ ભારતની પ્રથમ મહિલા DGP કંચન ચૌધરીની વાર્તા હતી. કંચનનું મૃત્યુ એક ભૂલ છે. કવિતા ચૌધરી તેમની નાની બહેન હતી. કવિતાએ ‘ઉડાન’માં કંચનનો રોલ કર્યો હતો.

તેમનું નિધન એ મનોરંજન જગત માટે મોટી ખોટ છે. તેમણે પોતાના અભિનય અને નિર્માણ કૌશલ્યથી નવી રેખાઓ પાર કરી. અભિનેત્રીના ચાહકો અને પરિવાર શોકમાં છે.