સુશાંત-સારાની ‘કેદારનાથ’નું ટ્રેલર; ફિલ્મ માટેની ઉત્કંઠા વધારે છે

મુંબઈ – સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન અભિનીત ‘કેદારનાથ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 2013ની સાલમાં ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ યાત્રાધામમાં આવેલા ભયાનક પૂરના સમય પર આધારિત છે.

બોલીવૂડ કલાકારો સૈફ અલી ખાન અને અમ્રિતા સિંઘની પુત્રી સારાની આ પહેલી જ ફિલ્મ છે.

આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. સારા એક પર્યટક છે જે સુશાંતના પાત્રના પ્રેમમાં પડે છે. સુશાંતનું પાત્ર યાત્રાળુઓને કેદારનાથ ધામ તરફ લઈ જાય છે અને એ રીતે પૈસાની કમાણી કરે છે.

અગાઉ કેદારનાથના નિર્માતાઓએ રજૂ કરેલું ટીઝર જોઈને પણ લોકો પ્રભાવિત થયા હતા અને હવે 2 મિનિટ 59 સેકંડનું ટ્રેલર જોઈને ફિલ્મ કેવી હશે એ વિશે લોકોની ઉત્કંઠા વધી જશે.

‘રોક ઓન’ અને ‘કાઈ પો છે’ ફિલ્મોના નિર્માતા અભિષેક કપૂરે કેદારનાથ બનાવી છે.

ટ્રેલરમાં ઉત્તરાખંડના પહાડી સૌંદર્યનાં દર્શન થાય છે.

નવોદિત સારા એનાં અભિનયમાં નેચરલ જણાય છે અને ફિલ્મ ઉદ્યોગમાં એનું ભવિષ્ય ઉજ્જવળ છે એવું કહી શકાય. સુશાંતે સશક્ત અભિનય કર્યો છે.

ફિલ્મની ટેગલાઈન છેઃ ‘પ્રેમ એક યાત્રા છે.’

‘કેદારનાથ’ ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

(જુઓ ફિલ્મનું ટ્રેલર)

httpss://youtu.be/03-KVRmd3xo

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]