અમદાવાદઃ વિશ્વ વિખ્યાત ફિલ્મોત્સવ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022માં ભાગ લેવાની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને પણ તક મળી. એટલું જ નહીં તેને કાન્સ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર વૉક કરવાનો મોકો પણ મળ્યો.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થવું તો મુશ્કેલ હોય જ છે, પરંતુ એનાથી પણ મુશ્કેલ ત્યાં રેડ કાર્પેટ પર ચાલવાનો મોકો મેળવવાનું હોય છે. કારણ કે તેના માટેના નામ અને તૈયારીઓ પહેલેથી જ નક્કી હોય છે. કોમલ ઠક્કરે એ માટે પ્રયાસ કર્યો અને એને સફળતા પણ મળી. કોમલે કાન્સમાં ભારતીય પેવેલિયન અને ત્યાંની ટીમને જાણ કરી કે પોતે રેડ કાર્પેટ પર વૉક કરવા માંગે છે. જી.કે. દેસાઈજએ અને FICCI ઓર્ગેનિઝેશને તેને મદદ કરી. આ વોક માટેના નામો સામાન્ય રીતે પૂર્વ-નિર્ધારિત હોય છે. ઉપરાંત રેડ કાર્પેટ પર ચાલવા માટે ખૂબ જ ઊંચી ફી ચૂકવવી પડે છે.
કોમલે કહ્યું કે, ‘હું હિન્દી ફિલ્મો પણ કામ કરી ચુકી છું, પરંતુ જો મને વૉક કરવા મળશે તો ગુજરાતી અભિનેત્રી તરીકે વૉક કરીશ.’ કાન્સના આયોજકો સંમત થયા હતા.