અમદાવાદમાં આઈપીએલ-15ની ફાઈનલ વખતે ‘લાલસિંહ ચઢ્ઢા’નું ટ્રેલર?

મુંબઈઃ ક્રિકેટચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલ રમાતી 15મી આવૃત્તિની ફાઈનલ મેચ જોવા માટે આતુર છે, જે 29 મેના રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એવી જ રીતે, ફિલ્મરસિયાઓ એક્ટર આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ કરાય છે તેને માટે આતુર છે. એવો અહેવાલ છે કે આમિર ખાન આઈપીએલ ફાઈનલ મેચ વખતે હાજર રહેવા માટે મહેમાન તરીકે આમંત્રિત કરાયો છે. આમિર એ જ દિવસે પોતાની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરે એવી ધારણા છે.

કહેવાય છે કે ફિલ્મનું ટ્રેલર ફાઈનલ મેચમાં પહેલી ટીમની બેટિંગ વખતે બીજા ટાઈમઆઉટ સમયમાં રિલીઝ કરવામાં આવશે. આમિર પોતે જ એ ટૂંકા કાર્યક્રમનું સંચાલન કરશે. એ વખતે તેની સાથે ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંહ ચર્ચા પણ કરશે. કોઈ મોટી ક્રિકેટ સ્પર્ધા વખતે ભારતીય ટીવી પર કોઈ નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાની તે પહેલી જ ઘટના હશે. તે કાર્યક્રમનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની+હોટસ્ટાર પર પ્રસ્તુત કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]