મુંબઈઃ મશહૂર સિંગર દલેર મહેંદી બે દાયકાથી મ્યુઝિક ઉદ્યોગમાં છે. તેમનું કહેવું છે કે મ્યુઝિક ઉદ્યોગના બધાં સારાનરસાં પાસાં જોયાં છે. આટલાં વર્ષોમાં મેં ઉદ્યોગને ક્રેઝી થતાં જોયો છે. તે ગીતો અને રિમિક્સ બનાવવા વિશે કંઈ પણ પ્રયાસો કરે છે. મ્યુઝિક ઉદ્યોગમાં લતા મંગેશકર, શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણે જેવી સુરીલા અવાજો છે, પણ એ પછી એમાં મહિલાઓ મૈયાનાં ગીતો ગાય છે અને પુરુષ સિંગર મહિલાઓના અવાજમાં ગીતો ગાયાં છે, જેમાં ગીતો દમ વગરનાં છે, એમ તેણે કહ્યું હતું. જોકે સિંગર એક નવા ગીત ‘ઇશ્ક નેક અવે’ સાથે આવ્યો છે, જેમાં મ્યુઝિકમાં ઘણો બદલાવ છે.
હવે મ્યુઝિકમાં પરિવર્તન આવી રહ્યું છે, જે ઘણું સારું છે, જે બાળકો શોમાં ગાઈ રહ્યાં છે, એ બહુ સારું છે, પણ જે આ શોમાં જજ બેઠા છે, તેમને કંઈ સમજમાં નથી આવી રહ્યું. આવા શોમાં ભાગ લેનારા હજારોની સંખ્યામાં હોય છે અને આ શોમાં સ્પર્ધક જજ કરતાં ઘણા સારા છે. મ્યુઝિક હવે ઘણું સારું છે. નવી પેઢી ઘણી સારી છે, જોકે નવા સિંગર્સના અવાજ બધાના એકસરખા લાગે છે, એમ તેમણે કહ્યું હતું.